ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મોહનભાઈ ધરમશીભાઈ હાપલીયા વિરૂદ્ધ રૂા. 5,00,000ના ચેકો રિટર્ન થતાં રાજકોટની કોર્ટમાં ચેક રિટર્ન થવા બદલ આરોપી મોહનભાઈ ધરમશીભાઈ હાપલીયા, ગુલાબવાટિકા, અમીન માર્ગના છેડે, રાજકોટના વિરૂદ્ધ ફરિયાદ થતાં કોર્ટ દ્વારા સમન્સ ઈસ્યુ કરવામાં આવેલી છે. ફરિયાદની ટૂંકમાં વિગત એવી છે કે ફરિયાદી કૃણાલભાઈ ઉમેદભાઈ જરીયાએ આરોપી મહેન્દ્રભાઈ ધરમશીભાઈ હાપલીયાને તા. 27-3-2024ના રૂા. 5,00,000 મિત્રતાનો સંબંધ હોય વગર વ્યાજે હાથ ઉછીના આપેલા, ત્યારબાદ ફરિયાદીએ આરોપીને આપેલ હાથ ઉછીની રકમની પરત માંગણી કરતાં આરોપીએ ફરિયાદીને ચૂકવણી પેટે રૂા. 5,00,000ના બે ચેકો આપેલા, જે ચેકો ફરિયાદીએ પોતાની બેંકમાં વટાવવા નાખતા ચેકો વટાવાયા વગર ફંડ ઈનસફીસીયન્સના શેરા સાથે પરત ફરતાં ફરિયાદીએ પોતાના એડવોકેટ મારફત ચેક રિટર્ન થયા અંગેની ડીમાન્ડ નોટીસ પાઠવવા છતાં નોટીસમાં જણાવેલા સમયમાં આરોપીએ ફરિયાદીને ચેકો મુજબની રકમ ન ચૂકવતા ફરિયાદીએ આરોપી વિરૂદ્ધ રાજકોટના એડી. ચીફ જ્યુ. મેજિ.ની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રમેન્ટ એક્ટની કલમ 138 મુજબની ફરિયાદ દાખલ કરેલી હતી. જે ફરિયાદ કોર્ટ રજીસ્ટર લઈ આરોપી મોહનભાઈ ધરમશીભાઈ હાપલીયાને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઈસ્યુ કરેલો છે. આ કામમાં ફરિયાદી કૃણાલભાઈ ઉમેદભાઈ જરીયા વતી રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી હિતેષ આર. ભાયાણી, જયમીન જરીયા તેમજ લીગલ આસિસ્ટન્ટ તરીકે દર્શિત પાડલીયા તથા રોનિત ભાયાણી રોકાયેલા છે.



