ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના કુલદીપભાઈ હંસરાજભાઈ દુધાગરા વિરુદ્ધ રૂા. 10,00,000ના ચેકો રિટર્ન થતાં રાજકોટની કોર્ટમાં ચેક રિટર્ન થવા બદલ આરોપી કુલદીપભાઈ હંસરાજભાઈ દુધાગરા 101-કેવલમ એપાર્ટમેન્ટ, 3 મારુતિનગર, એરપોર્ટ રોડ, રાજકોટના વિરુદ્ધ ફરિયાદ થતાં કોર્ટ દ્વારા સમન્સ ઈસ્યુ કરવામાં આવેલો હતો.
ફરિયાદીની ટૂંકમાં વિગત એવી છે કે ફરિયાદી નીતિનભાઈ મુકેશભાઈ ભટ્ટીએ આરોપી કુલદીપભાઈ હંસરાજભાઈ દુધાગરાને કટકે-કટકે રૂા. 15,00,000 સંબંધ હોય વગર વ્યાજે હાથ ઉછીના આપેલા ત્યારબાદ ફરિયાદીએ આરોપીને આપેલા હાથ ઉછીની રકમની પરત માગણી કરતા આરોપીએ ફરિયાદીને આંશિક ચૂકવણી પેટે રૂા. 10,00,000નો ચેક આપેલો, જે ચેક ફરિયાદીએ પોતાની બેંકમાં વટાવવા નાખતા ચેક વટાવાયા વગર ‘ફંડ ઈનસફીસીયન્ટ’ના શેરા સાથે પરત ફરતાં ફરિયાદીએ પોતાના એડવોકેટ મારફત ચેક રિટર્ન થયા અંગેની ડીમાન્ડ નોટીસ પાઠવવા છતાં નોટીસમાં જણાવેલ સમયમાં આરોપીએ ફરિયાદીને ચેકો મુજબની રકમ ન ચૂકવતા ફરિયાદીએ આરોપી વિરુદ્ધ રાજકોટના એડી. ચીફ જ્યુ. મેજિ.ની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની ફરિયાદ દાખલ કરેલી, જે ફરિયાદ કોર્ટ રજિસ્ટર લઈ આરોપી કુલદીપભાઈ હંસરાજભાઈ દુધાગરાને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઈસ્યુ કરેલો છે. આ કામમાં ફરિયાદી નીતિનભાઈ મુકેશભાઈ ભટ્ટી વતી રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી હિતેશ આર. ભાયાણી, જયમીન જરીયા તેમજ લીગલ આસિસ્ટન્ટ તરીકે દર્શિત પાડલીયા તથા રોનિત ભાયાણી રોકાયેલા છે.



