રૂ.5000ના દંડ સાથે અરજી રદ, કાયદાના દુરુપયોગનો કોર્ટનો સ્પષ્ટ સંકેત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની સિનિયર સિવિલ જજ કોર્ટે તાજેતરમાં એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે, જેમાં પૂજા કિરણ વડારિયાની અરજી ₹5,000ના ખર્ચ સાથે નામંજૂર કરવામાં આવી છે. આ ચુકાદામાં અદિતી કો.ઓપ. ક્રેડીટ સોસાયટી પાસેથી લોન લેનાર વડારિયાએ RDC બેંકને ચાલી રહેલી દિવાની દરખાસ્તમાં પક્ષકાર તરીકે જોડવાની માંગ કરી હતી. કોર્ટે આ અરજીને ’પ્રોસેસનો દુરુપયોગ’ ગણીને ફગાવી દીધી છે અને આવા પ્રોસીડિંગ્સ અટકાવવા માટે દંડ સાથે અરજી રદ કરવાનો દાખલો બેસાડ્યો છે.
- Advertisement -
કેસની વિગત: લોન દેણદાર અને લેણદાર વચ્ચેનો મામલો
શ્રી અદિતી કો.ઓપ. ક્રેડીટ સોસાયટી લી.એ પૂજા કિરણ વડારિયા અને અન્ય દેણદારો વિરુદ્ધ બોર્ડ ઓફ નોમિની કોર્ટમાં લેણાં વસૂલવા માટે કાર્યવાહી કરી હતી. અદાલતે મંડળીની તરફેણમાં હુકમ આપતા, અદિતી મંડળીએ આ હુકમના આધારે રાજકોટ સિવિલ કોર્ટમાં દિવાની દરખાસ્ત દાખલ કરી હતી. આ દરખાસ્ત મુજબ, પૂજા વડારિયા અને અન્ય દેણદારોએ મંડળીને 21% વ્યાજ સહિત ₹12,31,514 ચૂકવવાના હતા. દરમિયાન, પૂજા વડારિયાએ આ કેસમાં RDC બેંકને પક્ષકાર તરીકે જોડવા માટે અરજી આપી હતી. આ અરજીનો વિરોધ કરતા,RDC બેંકના વકીલો સુરેશ ફળદુ અને મેહુલ મહેતાએ કોર્ટમાં રજૂઆત કરી કે વડારિયાએ બેંક પાસેથી નહીં, પરંતુ અદિતી મંડળી પાસેથી લોન લીધી હતી. આથી, આ કેસ માત્ર લોન દેણદાર અને લેણદાર વચ્ચેનો છે અને તેમાં બેંકને કોઈ લાગતું-વળગતું નથી. વકીલોએ વધુમાં જણાવ્યું હતું કે અદિતી મંડળીએ જુદા જુદા લોકોને લોન આપવા માટે RDC બેંક પાસેથી ₹33 કરોડનું ઈ.ઈ. પ્રકારનું ધિરાણ મેળવ્યું હતું, જે તેઓએ બેંકને પરત કર્યું ન હતું. આ કારણે, છઉઈ બેંકે મંડળીના પ્રમુખ જગદીશસિંહ જાડેજા સહિતના લોકો વિરુદ્ધ FIR પણ દાખલ કરી છે.
કોર્ટનો ચુકાદો: અરજી અયોગ્ય અને કાયદા વિરુદ્ધ
કોર્ટે તમામ પક્ષોની રજૂઆતો અને કેસના રેકોર્ડ્સની તપાસ કરી. જેમાં જોવા મળ્યું કે વડારિયા અને અન્ય દેણદારોએ મિલકતના ટાઈટલ ડીડ્સ મંડળી મારફત બેંકમાં જમા કરાવ્યા હતા. તેમ છતાં, કોર્ટે જણાવ્યું કે હાલની દરખાસ્ત ફક્ત લોન વસૂલાત માટે છે, અને દેણદારની મિલકત કોઈ વિષય વસ્તુ નથી. તેથી, દેણદારની અરજી કોઈપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખી શકાય નહીં. ગકોર્ટે નોંધ્યું કે આ અરજી માત્ર કોર્ટની પ્રક્રિયાનો દુરુપયોગ કરવા અને કામનું ભારણ વધારવા માટે કરવામાં આવી હતી. પરિણામે, કોર્ટે પૂજા વડારિયાની અરજી ₹5,000ના ખર્ચ સાથે નામંજૂર કરી, અને આ રકમ DLSA, રાજકોટમાં જમા કરાવવાનો આદેશ આપ્યો. આ કેસમાં છઉઈ બેંક વતી એડવોકેટ સુરેશ ફળદુ અને મેહુલ મહેતા સહિત અનેક વકીલો રોકાયેલા હતા.



