– આવા કૃત્યોથી ચાંચીયાગીરી જ વધી શકે : કોર્ટ
– KGF-2 ના મ્યુઝિકનો પરવાનગી લીધા વિના ઉપયોગ કરવા માટે ખછઝ મ્યુઝિક કંપનીએ રાહુલ સહિત સર્વે પર કેસ કર્યો છે
- Advertisement -
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ, રાહુલ ગાંધીનાં નેતૃત્વ નીચે ચાલી રહેલા ભારત-જોડો યાત્રામાં, કેજીેફ-2નું સંગીત પણ વહાવવા માટે તે સંગીતની રચયિતા કંપની એમ.આર.ટી. મ્યુઝિકના મેનેજર નવીન કુમારે સુપરહીટ કન્નડ ફિલ્મ કેજીએફ-2નાં મ્યુઝિકનો પરવાનગી લીધા સિવાય કરેલા ગેરકાયદે ઉપયોગ માટે રાહુલ ગાંધી સહિત અન્યો ઉપર કેસ દાખલ કરતાં અહીંની કોર્ટે ભારત જોડો યાત્રાનાં ટિવટર-હેન્ડલ ઉપર વચગાળાનો મનાઈ હુકમ આપ્યો છે.
ઉક્ત મ્યુઝિક કંપનીના મેનેજર તેવો આક્ષેપ કર્યો છે કે ભારત જોડો યાત્રાનાં અભિયાન દરમિયાન જે વીડીયો બન્યા તેમાં કેજીએફ-2 નાં ગીતો સમાવિષ્ટ છે.
કોંગ્રેસે જણાવ્યું હતું કે અમને કોર્ટ કાર્યવાહીની કોઈ માહિતી જ નથી અમને તે હુકમની કોઈ કોપી પણ મળી નથી. અમને તો તે વિષે સોશ્યલ મીડીયા પરથી જ જાણવા મળ્યું છે. અમોને કોર્ટ કાર્યવાહીની માહિતી પણ નથી કે તે કાર્યવાહી દરમિયાન અમે કોર્ટમાં ઉપસ્થિત પણ ન હતા. તેમ છતાં અમે અમોને ઉપલબ્ધ તેવા તમામ કાનુની ઉકેલ શોધવા પ્રયત્નો કરી રહ્યા છીએ. રાષ્ટ્રના આ સૌથી જૂના રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસે તેના ટિવટર હેન્ડલ ઉપર આ પ્રમાણે જણાવ્યું હતું.
- Advertisement -
બીજી તરફ કોર્ટે કહ્યું હતું કે અમારી પાસે આવેલા દસ્તાવેજો ઉપરથી તેવું લાગે છે કે આવા કૃત્યોથી ચાંચીયાગીરી જ વધી શકે તેથી તે મ્યુઝિક કંપનીને અસામાન્ય નુકસાન થઇ શકે તેમ છે.