વધુ વ્યાજની લાલચે ગ્રાહકો SBIના બદલે ક્રેટી ફીનવર્સમાં પૈસા જમા કરાવતા
મહિલા સામે ચાર્જફ્રેમ થઈ શકે તેમ ન હોય તેવું ઠેરવી કોર્ટનો હુકમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મૂળ ફરિયાદી એસ.બી.આઈ. બેંકના મેનેજર યશભાઈ વિરાટભાઈ પંડ્યા દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન વર્ષ 2019માં આરોપી ગૌરવભાઈ સતીષભાઈ પંડ્યા તથા તેમને ત્યાં નોકરી કરતા બે મહિલા કર્મચારી માધુરીબેન સોની તથા અન્ય મહિલા કર્મચારી સામે આઈ.પી.સી. કલમ 406, 417, 420, 467, 468, 471ના ગુના નોંધાવીને જણાવ્યું કે એસ.બી.આઈ. બેંકના જનધન ખાતામાં જમા કરાવવા આવતા ગ્રાહકોને ગૌરવભાઈ સતીષભાઈ પંડ્યા એવું જણાવતા કે બેંકના બદલે ક્રેટા ફીનવર્સ પ્રા.લિ.માં રકમ જમા કરાવશો તો વધુ વ્યાજ આપશે અને તે કંપની પણ એસ.બી.આઈ. બેંકની સાથે જોડાયેલી છે, તેવી રીતે વિશ્ર્વાસ અને બરોસો આપીને આરોપીઓ દ્વારા જનધન ખાતાને બદલે ક્રેટી ફીનવર્સ પ્રા. લિ.માં અલગ અલગ 76 ગ્રાહકોને લલચાવી, ફોસલાવી, વધુ વ્યાજ આપવાની લાલચ આપીને કપટપૂર્વક ગ્રાહકોને રકમ જમા કરાવ્યા અંગેની ખોટી સ્લીપ આપીને ખોટી સહી કરીને ગ્રાહકોના ખાતામાં રકમ જમા નહીં કરાવીને તથા અંગુઠાના નિશાન લઈને ગ્રાહકોના ખાતામાં રૂપિયા ઉપાડી લીધા તથા ખોટો વિશ્ર્વાસ ગૌરવ પંડ્યા દ્વારા આપીને અલગ અલગ ગ્રાહકો પાસે કુલ રકમ રૂા. 22,81,196ની બેંકમાં ઉચાપત અંગે ભક્તિનગર પો.સ્ટે.માં ગુનો એસ.બી.આઈ. બેંક દ્વારા નોંધાવેલો હોય અને ત્યાર બાદ ગૌરવ પંડ્યાને ત્યાં નોકરી કરતા બે મહિલા કર્મચારી માધુરીબેન સોની તથા અન્ય મહિલા કર્મચારીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યાર બાદ જામીન ઉપર મુક્ત થયેલા અને પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી અને મહિલા આરોપી દ્વારા નામ. કોર્ટમાં ડીસ્ચાર્જ અરજી ફાઈલ કરીને પોતાની સામે ચાર્જફ્રેમ થઈ શકે તેમ ન હોય તેવું જણાવ્યું હોય પરંતુ નામ. એડી. ચીફ જ્યુ. મેજી. દ્વારા ડીસ્ચાર્જ અરજી રદ કરી હતી.
ડીસ્ચાર્જ અરજી રદના હુકમની સામે મહિલા આરોપી દ્વારા રાજકોટના એડી. ડીસ્ટ્રી. એન્ડ સેશન્સ કોર્ટ સમક્ષ રીવીઝન અરજી ફાઈલ કરી અને જેમાં નામ. કોર્ટ દ્વારા મહિલા આરોપીને કોર્ટ દ્વારા ભક્તિનગર પો.સ્ટે.ના ગુનામાં ડીસ્ચાર્જ (બિનતહોમત છોડી) મૂકીને ઠરાવ્યું કે પોલીસ દ્વારા લેવામાં આવેલા 41 સાહેદના નિવેદનમાં હાલના મહિલા આરોપીનો કોઈ જ જગ્યા રોલ બતાવતો ન હોય, એકસરખા નિવેદન હોય, અને સાહેદ નં. 50થી 58માં હાલના મહિલા આરોપી દ્વારા છેતપિંડીથી નાણા બારોબાર ઉપાડી લીધા હોય તેવા આક્ષેપો સાબિત થતા નથી. વિશેષમાં નામ. કોર્ટે જણાવ્યું કે રેકર્ડ ઉપરના ઉપલબ્ધ તમામ સાહેદોના નિવેદનોમાં કરવામાં આવેલા આક્ષેપ સાચા હોવાનું માની લેવામાં આવે તો પણ હાલના મહિલા આરોપી વિરુદ્ધ ગુનો પૂરવાર થતો નથી. આમ ઠરાવીને મહિલા આરોપીના એડવોકેટ સંજય એચ. પંડ્યાની દલીલને ધ્યાને લઈને મહિલા આરોપીની સામે નોંધાયેલ ભક્તિનગર પોલીસ સ્ટેશનના ગુનામાં રાજકોટ મહે. એડી. ડિસ્ટ્રી. એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા ડિસ્ચાર્જ (બિનતહોમત) છોડવાનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં મહિલા આરોપી વતી એડવોકેટ સંજયભાઈ એચ. પંડ્યા તથા મનિષભાઈ એચ. પંડ્યા, જયદેવસિંહ ચૌહાણ, વનરાજસિંહ જાડેજા રોકાયેલા છે.



