પદ્માવતી ટ્રેડિંગના પ્રોપરાઈટર નિતેશ જૈનને અદાલતમાં હાજર થવા ફરમાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજસ્થાનના જોધપુરના ભાડવસીયા મુકામે પદ્માવતી ટ્રેડીંગના નામે અનાજ કઠોળનો ટ્રેડીંગનો ધંધો કરતા નિતેશ જૈનએ રાજકોટ ખાતે સુરાણી ટ્રેડર્સના પ્રોપરાઈટર સંજય પોપટભાઈ સુરાણી પાસેથી ખરીદ કરેલું અનાજ કઠોળની ચૂકવવાની બાકી રહેતી રકમ રૂા. 9,00,000 ચૂકવવા ઈસ્યુ કરી આપેલો ચેક રિટર્ન થતાં અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવતાં રાજકોટના મહે. એડિ. ચીફ જ્યુડિ. મેજિ.એ આરોપી વિરૂદ્ધ પ્રોસેસ ઈસ્યુ કરતો હુકમ ફરમાવેલો છે.
- Advertisement -
કેસની હકીકત જોઈએ તો 19, ભાડવસીયા રોડ, માતાજી મંદિર પાસે, ક્રુસી મંડી સામે, ભાડવસીયા, જોધપુર, રાજસ્થાન મુકામે પદ્માવતી ટ્રેડીંગના નામે અનાજ કઠોળના ટ્રેડીંગનો ધંધો કરતાં આરોપી નિતેશ જૈનએ રાજકોટમાં અમદાવાદ હાઈવે ઉપર રૂડા ટ્રાન્સપોર્ટનગર પાછળ, સુરાણી ટ્રેડર્સના નામે અનાજ કઠોળનો હોલસેલનો ધંધો કરતાં સંજય પોપટભાઈ સુરાણી પાસેથી હોલસેલમાં ખરીદ કરેલી રકમ રૂા. 14,31,240ના અનાજ કઠોળના કાયદેસરના લેણામાંથી રકમ રૂા. 3,00,000 તથા રકમ રૂા. 2,31,240 મળી રકમ રૂા. 5,31,240 ફરિયાદી પેઢીને ચૂકવી આપેલી અને માલ પેટેનું ફરિયાદીનું બાકી રહેલુ લેણુ ચૂકવવા આરોપીએ રકમ રૂા. 9,00,000 ચૂકવવાની નૈતિક ફરજ અદા કરવા અને કાનુની ફરજ નિભાવવા આરોપીએ તેઓને પદ્માવતી ટ્રેડીંગના પ્રોપરાઈટર દરજ્જેનો આઈ.ડી.બી.આઈ. બેંકનો ચેક ઈસ્યુ કરી આપી સહી કરી આપી ચેક પાસ થઈ જવા અને પરત નહીં ફરે અને લેણુ વસુલાઈ જશે તેવા આપેલા વચન શબ્દોના ભરોસે સ્વીકારેલો ચેક ફરિયાદીે રાજકોટ મુકામેની તેઓની બેંકમાં ચેક રજૂ રાખતા ચેક પાસ થયેલો નહીં અને ચેક રિટર્ન થતાં તે અન્વયે આરોપીને લેણાની માંગણા નોટીસ આપવામાં આવેલી જે નોટીસ બજી જવા છતાં ફરિયાદીનું કાયદેસરનું લેણુ અદા ન કરી પ્રથમથી જ ફરિયાદીનું માલ પેટેનું લેણુ ડુબાડવાનો બદઆશય ધારણ કરી આરોપીએ ધ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલો હોવાથી આરોપી વિરૂદ્ધ ચેક રિટર્ન સંબંધે અદાલતમાં ફરિયાદ દાખલ કરી રજૂઆત કરવામાં આવેલી કે રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે આરોપીએ ફરિયાદી પાસેથી લીધેલ માલ પેટેની બાકી લેણી રકમ અદા કરવા ચેક આપી, તે ચેક પાસ થવા ન દઈ આરોપીએ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલો છે, જે રજૂઆતો ધ્યાને લઈ પદ્માવતી ટ્રેડીંગ નિતેશ જૈનનાઓને અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
ઉપરોક્ત કેસમાં ફરિયાદી સંજય સુરાણી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, જયમલ મકવાણા રોકાયેલા હતા.