ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટ અંબાજી કડવા પ્લોટ મેઈન રોડ ગરબી ચોક પાસે માલવિયાનગર પી.એસ.આઈ. લાંબા તથા અન્ય પોલીસ માલવિયાનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે અંબાજી કડવા પ્લોટ મેઈન રોડ પર આવતા પો.કો. હરદેવસિંહને ખાનગી રાહે બાતમી મળેલી કે ક્રિષ્ના ડીલક્સ પાન પાસે એક વ્યક્તિ પોતાના નેફામાં પિસ્તોલ લઈને ઊભો છે તેવી હકીકત મળતાં બે પંચો બોલાવી પંચોને બોલાવી હકીકતથી જાણ કરી અને પંચો રૂબરૂ આરોપી જયવીરસિંહ અજીતસિંહ પરમારની અંગજડતી કરતા નેફામાંથી મેઈડ ઈન યુ.એસ.એ. 70,000ની કિંમતની રિવોલ્વર મળતા પંચો રૂબરૂ કબજે કરેલી હતી અને તપાસ દરમિયાન આ રિવોલ્વર 6 દિવસ પહેલાં રાજકોટના મનહરસિંહ નવલસિંહ રાણાએ વેચાણ કરવા આપેલ હોવાનું ખુલતાં પોલીસે બંનેની ધરપકડ કરેલી હતી.
- Advertisement -
આ કામમાં આરોપી સામેનો કેઈસ રાજકોટની અદાલતમાં આશરે 11 વર્ષ ચાલેલો હતો અને આ દરમિયાન કેઈસ સાબિત કરવા માટે પ્રોસીક્યુશને ફરિયાદી પી.એસ.આઈ., પોલીસ કોન્સ્ટેબલ, જમાદાર, એફ.એસ.એલ. અધિકારી, પંચો સહિતનાની જુબાની નામદાર કોર્ટ દ્વારા નોંધવામાં આવેલ હતી. એ.પી.પી.એ દલીલમાં જણાવેલ હતું કે પી.એસ.આઈ. અને અન્ય સાહેદોએ ફરિયાદ પક્ષને સમર્થન આપેલ હતું અને આરોપીએ એકબીજાની મદદગારી કરી આર્મ્સ એક્ટની કલમોનો ભંગ કરેલ હોય બંને આરોપીને કાયદામાં ઠરાવેલ હોય સખ્ત સજા કરવા ધારદાર દલીલ કરેલી હતી. આરોપીના એડવોકેટ દીલીપ પટેલ અને કલ્પેશ નશીતે દલીલમાં જણાવેલ કે આરોપી સામેના ગુનાના આક્ષેપો છે તે ગુનાના આવશ્યક તત્ત્વો સંતોષાતા નથી.
સાહેદો તેના તાબાના કર્મચારી છે કોઈ સ્વતંત્ર સાહેદોના નિવેદનો લીધેલ નથી. આર્મ્સ એક્ટનો ગુનો બીજીટેશન હોવા છતાં એસીપીએ સ્ટેટમેન્ટ વેરિફાઈ કરેલા નથી તેમજ જિલ્લા મેજિ.ની ચાર્જશીટ બનાવતા પહેલાં પૂર્વમંજૂરી લીધેલી નથીનું રેકર્ડ પર આવે છે તેથી પ્રોસીક્યુશન આરોપી વિરૂદ્ધ દાખલ થઈ શકે નહીં. તમામ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓની ચર્ચા કર્યા બાદ ગુનાના આવશ્યક તત્ત્વો સાબિત કરવામાં પ્રોસીક્યુશન નિષ્ફળ નિવડેલા હોય જ્યુ.મેજી. તાપીયાવાલાએ પોતાના 24 પાનાના ચુકાદામાં આરોપી જયવીરસિંહ અજીતસિંહ પરમાર તથા મનોહરસિંહ નવલસિંહ રાણા બંનેને આર્મ્સ એક્ટના ગુનામાં નિર્દોષ છોડી મુકેલ હતા. આ કામના આરોપી તરફે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી દીલીપ પટેલ, કલ્પેશ નશીત રોકાયેલ હતા.