ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આ કેસની હકીકત મુજબ બી ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં આવેલી રાજમોતી ઓઈલ મીલના કર્મચારી (અમદાવાદ સ્થિત બ્રાંચ મેનેજર) દિનેશભાઈ દક્ષિણીનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હોવાના અનુસંધાને રાજકોટના રાજમોતી ઓઈલ મીલના માલીક સમીર શાહ, સમીર ગાંધી, પોલીસ સબ ઈન્સ્પેકટર મારુ, સબ ઈન્સ્પેકટર યોગેશ ભટ્ટ વિગેરે સહિતના વિરુદ્ધ ગુનો નોંધાયેલો હતો તેમજ નામ. કોર્ટમાં અલગ અલગ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ પણ કરવામાં આવેલું હતું. જે કેસમાં તાજના સાક્ષી તરીકે સમીર ગાંધીએ નામ. કોર્ટમાં અરજી આપેલી હતી તે મંજૂર કરતાં તેની જુબાની નામ. કોર્ટ રૂબરૂ લેવામાં આવેલી હતી, જેમાં ઉપરોક્ત બનાવ અનુસંધાને રાજમોતી ઓઈલ મીલના માલીક તથા સસ્પેન્ડેડ એએસઆઈ યોગેશ ભટ્ટ તથા ડ્રાઈવર કૃપાલસિંહ ચુડાસમાને રાજકોટ નામ. અધિક સેશન્સ જજની કોર્ટે તેઓને આજીવન કેદની સજા ફરમાવવામાં આવેલી હતી.
- Advertisement -
આ બનાવમાં સહઆરોપી સંદીપ કીર્તિકુમાર ગાંધી, કીર્તિકુમાર શાંતિલાલ ગાંધી વિરુદ્ધ પણ ગુનો નોંધી અલગથી ચાર્જશીટ કરી કેસ ચાલેલો હોય જેમાં સહઆરોપી સંદીપ કીર્તિકુમાર ગાંધીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો રાજકોટના અધિક સેશન્સ જજે હુકમ કરેલો છે તેમજ ચાલુ ટ્રાયલ દરમિયાન સહઆરોપી કીર્તિકુમાર શાંતિલાલ ગાંધીનું અવસાન થયું હોય જેને નામ. કોર્ટે કેસ એબેટ કરવામાં આવ્યો હતો. આરોપી સંદીપ કીર્તિકુમાર ગાંધી તરફે રાજકોટના યુવા એડવોકેટ જીજ્ઞેશ એમ. લાખાણી એડવોકેટ તરીકે રોકાયેલા હતા.



