- ધર્માંતરણ વિરોધી કાયદો માત્ર લગ્નોને જ નહીં પણ લિવ- ઈનને પણ લાગુ પડે : હાઈકોર્ટ
અલ્લાહાબાદ હાઈકોર્ટે હિન્દુ-મુસ્લિમ કપલને પોલીસરક્ષણ આપવાની ના પાડી
ઉત્તર પ્રદેશનો ધર્માંતરણ વિરોધી કાયદો માત્ર લગ્નોને જ નહીં પણ લિવ- ઈન-રિલેશનશિપ્સને પણ લાગુ પડે છે તેમ અલ્લાહાબાદ કોર્ટે તેના એક ચૂકાદામાં ઠરાવ્યું હતું. જસ્ટિસ રેનુ અગરવાલે પોલીસ રક્ષણ મેળવવા માટે એક કપલે કરી વિનંતીને નકારી કાઢતાં આ નિરીક્ષણ કર્યું હતું.
- Advertisement -
આ કેસમાં અરજદારે ધર્માંતરણ કરવાની અરજી કરી નથી : કોર્ટ
અલ્લાહાબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ। ગેરકાયદે ધર્માંતરણ પ્રતિબંધક ધારા 2021માં આંતરધર્મીય યુગલ માટે ધર્માંતરણ કરવાનું ફરજિયાત કર્યું છે. આ કેસમાં કલમ 8 અને 9 હેઠળ એક પણ અરજદારે ધર્માંતરણ કરવાની અરજી કરી નથી. આમ, અરજદારોના સંબંધને કાયદાની જોગવાઇઓને ચાતરી રક્ષણ ન આપી શકાય. કાયદાની કલમ 3(1) ખોટી રજૂઆત, બળજબરી, લાલચ કે કોઇ પ્રકારની છેતરપિંડી દ્વારા ધર્માંતરણ કરવા પર પ્રતિબંધ મુકે છે. અદાલતે દર્શાવ્યું હતું કે આ કલમમાં લગ્ન અને લગ્ન સમાન સબંધને સમાન ગણવામાં આવ્યા છે.
અદાલતે આંતરધર્મીય યુગલને પોલીસ રક્ષણ આપવાની ના પાડી
- Advertisement -
અદાલતે તેના પાંચ માર્ચના આદેશમાં જણાવ્યું હતું કે અરજદારોએ જોઈન્ટ એકાઉન્ટ, ફાયનાન્સિયલ સિક્યુરિટી, જોઈન્ટ પ્રોપર્ટી કે જોઈન્ટ ખર્ચ દર્શાવતો કોઈ પુરાવો આ અદાલત સમક્ષ રજૂ કર્યો નથી. અત્યાર સુધી અરજદારોએ ધર્માંતરણ માટે પણ અરજી કરી નથી. આંતરધર્મીય યુગલને પોલીસ રક્ષણ આપવાની ના પાડતાં અદાલતે જણાવ્યું હતું કે આજ સુધી તેમના અરજદારોના માતા-પિતાઓમાંથી કોઈ એફઆઇઆર નોંધાવાઈ નથી તેથી અરજદારોના સબંધ સામે કોઈ પડકાર નથી.