-LSD જેવા અત્યંત માદક દ્રવ્યોના સપ્લાય માટે તૈયાર 29013 બ્લોટસ ઉપરાંત લાખો રૂપિયા ઝડપાયા
પાકિસ્તાન-અફઘાનીસ્તાન અને મ્યાનમાર એ ડ્રગ (માદક દ્રવ્યો)ના ઉત્પાદન પ્રોસેસીંગના હબ બની ગયા છે અને ભારતની પાક તથા મ્યાનમાર સાથેની સરહદો પરથી આ ડ્રગનો મોટો વ્યાપાર ચાલે છે તે વચ્ચે નાર્કોટીક કંટ્રોલ બ્યુરોએ ડાર્ડ-વેબ મારફત ચાલતા દેશમાં સક્રીય સૌથી મોટા માદક દ્રવ્યોની હેરાફેરીના નેટવર્કને શોધી કાઢી તેમાં સંડોવાયેલા ત્રણ લોકોની ધરપકડ કરી છે.
- Advertisement -
એજન્સીએ તેના દરોડામાં ફરીદાબાદના વલ્લભગઢમાં રહેતા આ કાર્ટેલના માસ્ટર માઈન્ડ તથા તેના બે સાથીઓની ધરપકડ બાદ કુલ છ મામલામાં 22 લોકોની ધરપકડ કરીને 29013 એલએસડી બ્લોટસ (પ્રવાહી રસાયણની શીશી) 472 ગ્રામ એમડીએમએ પાવડર તથા 51.38 લાખ રોકડ ઝડપી હતી.
ડાર્કનેટ મારફત આ વ્યાપાર ચાલતો હતો. ડાર્ક નેટ એ પરંપરાગત ઈન્ટરનેટનો ખાસ પ્રકારના સોફટવેરથી ઉપયોગમાં લેવાતું ‘નેટ’ છે. આ તમામ મુખ્યત્વે ગેરકાનુની ધંધા આ પ્રકારે ચાલે છે. આ ગીરોહ એ ખૂબ જ શિક્ષિત લોકોની છે અને તે ઉચ્ચ વર્તુળો, મોટી પાર્ટીઓ તથા કોલેજો અને પ્રોફેશનલ વર્તુળોમાં માદક દ્રવ્યો પહોંચાડે છે જેમાં એકબીજા સાથે ફરી ઓનલાઈન સંપર્ક કરે છે.
કુરીયરમાં અલગ અલગ રીતે માદક દ્રવ્યો પહોચાડાય છે અને તેમાં ઓળખ પુરુ પાડવામાં તથા મોટાભાગની લેવડદેવડ ક્રિપ્ટોકરન્સી મારફત થાય છે. ખાસ કરીને દિલ્હી, બેંગ્લોર, મુંબઈ વિ.માં જે યુવાવર્ગ તથા ધનિકોના સંતાનો છે તેની પાર્ટીઓમાં તથા નિયમીત રીતે તેઓને ડ્રગ પહોંચાડવામાં આ ઉચ્ચ પ્રોફેશન જ ‘કેરીયર’ની ભૂમિકા ભજવે છે જેથી તેમના પર ભાગ્યે જ કોઈને શંકા જાય છે.
- Advertisement -
ડાર્ક નેટ પર આ રીતે એલએસડી કાર્ટલ ચાલે છે અને તે ભારત અને અનેક દેશોમાં આ બિઝનેસ ચલાવે છે. ડાર્કની મારફત જે સંદેશાવ્યવહાર થાય છે તે પેનક્રિપ્ટેડ હોય છે જેથી તે લખનાર અને વાંચનાર બન્ને જ ઉકેલી શકે છે અને તે નેટ પર બહું ઓછા લોકોને એન્ટ્રી મળે છે. તેનો ઉપયોગ દેહવ્યાપાર, માનવ તસ્કરી, માદક દ્રવ્યોના ધંધા, શસ્ત્રો તથા તેવી તમામ ગેરકાનુની પ્રવૃતિઓ થાય છે.