42 મહિનામાં 2000, 500, 200, 100, 50ના દરની 2247 નોટો પધરાવી દેવાઈ
બ્રાન્ચ મેનેજરે 7.93 લાખની નકલી નોટો અંગે ફરિયાદ : જઘૠએ તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
રાજકોટ સહિત દેશભરમાં નકલી ચલણી નોટો બનાવી દેશને ખોખલું કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને મોટાભાગે ભેજાબાજો સફળ પણ થઈ રહ્યા છે ત્યારે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છની આઈસીઆઈસીઆઈ બેંકની જુદી જુદી ચેસ્ટ શાખાઓમાં ગ્રાહકો દ્વારા ભરણામાં 7,92,850 રૂપિયાની કિમતની 2000, 500, 200, 100, 50ના દરની 2247 નકલી નોટો ધાબડી દેવામાં આવતા રાજકોટ રહેતા બ્રાન્ચ મેનેજર દ્વારા બી ડિવિઝન પોલસીમાં ફરિયાદ નોંધાવતા એસઓજીએ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટના રૈયા રોડ ઉપર આવેલ વૈશાલીનગરમાં રહેતા અને મોરબી રોડ ઉપર આઈસીઆઈસીઆઈ બેંકની ચેસ્ટ શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતાં સંદીપભાઈ ગુણવંતરાય ગઢેચા ઉ.40એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ બ્રાન્ચના અજાણ્યા ગ્રાહકો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની રાજકોટ ચેસ્ટ બ્રાન્ચ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભરણામાં ભરવામાં આવેલી અમુક ચલણી નોટો શંકાસ્પદ જણાતા ચેક કરતાં તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છની જુદી જુદી શાખાઓમાં તપાસ કરતાં એપ્રિલ 2021થી સપ્ટેમ્બર 2024 એટલે કે 42 મહિનામાં અજાણ્યા ગ્રાહકો દ્વારા 2247 નકલી નોટો ધાબડી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું જેમાં 2000ના દરની 135, 500ના દરની 674, 200ના દરની 444, 100ના દરની 847 અને 50ના દરની 47 એમ 7,92,850 રૂપિયાની 2247 નકલી નોટો ધાબડી દેવામાં આવી હોય બેંકની સૂચનાથી ફરિયાદ નોંધાવવામાં આવતા એસઓજી પીઆઇ સી એચ જાદવ સહિતે તપાસ હાથ ધરી છે.