આગામી તા.1ના રોજ રજુ થનારા કેન્દ્રીય બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ થયુ છે અને આ બજેટમાં દેશમાં ટેકનોલોજી સહિતના ક્ષેત્રે આધુનિક ઉત્પાદનોને વધારવા તથા લકઝરી આયાતો મોંઘી બનાવવાની તૈયારી છે. તેના ભાગરૂપે 35થી વધુ આયાતી ચીજો પર કસ્ટમ ડયુટી વધારવામાં આવશે.
ખાસ કરીને દેશમાં હવે અબજોપતિઓ અને કરોડપતિઓની સંખ્યા વધતા ખાનગી જેટ વિમાન તથા હેલીકોપ્ટરની આયાત વધી છે. ઉપરાંત મોંઘા ઈલેકટ્રોનીક ઉપકરણો પ્લાસ્ટીક ઉત્પાદનો અને જવેલરી અત્યંત મોંઘા ગ્લોસી પેપર્સ, મોંઘા ફુડ સપ્લીમેન્ટ જેવા વિટામીન્સ વિ. પરની આયાત જકાત વધશે. નાણામંત્રી નિર્મલા સીતારામન તા.1 ફેબ્રુઆરીના બપોરે 12 વાગ્યે કેન્દ્રીય બજેટ રજુ કરશે
- Advertisement -
જેમાં આત્મનિર્ભર ભારતના સરકારના મહત્વાકાંક્ષી આયોજનોને વેગ મળે તે જોવાશે.નાણામંત્રાલય દ્વારા એક નેગેટીવ લીસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં હાઈએન્ડ લકઝરી ઉત્પાદનોની આયાત ઓછામાં ઓછી થાય તે જોવા માંગે છે.ખાસ કરીને વિદેશી કંપનીઓ તેના ઉત્પાદનો ભારતમાંજ ઉત્પાદીત કરે અને નિકાસ હબ બનાવે તે જોવામાં આવશે.



