સોમવારની ‘કાઉન્સીલ ઓફ મીનીસ્ટર્સ’ની મિટીંગમાં તમામ મંત્રીઓ હાજર હશે
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રની મોદી સરકારમાં ફેરબદલની શકયતા વધુ વેગવાન બની છે અને સોમવારે યોજાનારી કાઉન્સીલ ઓફ મીનીસ્ટર તરીકે કેબીનેટ બેઠક બોલાવી છે તે પરથી હવે વર્તમાન કેબીનેટની આ આખરી બેઠક પણ હોઈ શકે છે અને સંસદના ચોમાસુ સત્રના 8-10 દિવસ પુર્વે એટલે કે જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ કેન્દ્રીય કેબીનેટમાં મોટા ફેરફાર થઈ શકે છે.
- Advertisement -
ખાસ કરીને ભાજપ જયાં ધારાસભા ચૂંટણીઓ યોજાવાની છે તે રાજયો પર ફોકસ કરે છે તે ઉપરાંત 2024 માટે ભાજપ અનેક રાજયોમાં નાના પ્રાદેશિક પક્ષોને સાથે રાખીને વિપક્ષની વોટબેન્કમાં ગાબડું પાડવાના વ્યુહમાં છે જેથી તે પક્ષોના પ્રતિનિધિઓને કેન્દ્રીય કેબીનેટમાં સ્થાન આપવા ભાજપના કેટલાક મંત્રીઓને સ્થાન ખાલી કરવા જણાવાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા 8-10 મંત્રીઓ બદલાશે. જે અંગે આવતીકાલ સુધીમાં નિર્ણય થઈ જાય તેવા સંકેત છે. એનડીએમાં હવે તેલુગુ દેશમ, અકાલીદળ તથા બિહાર ઉતરપ્રદેશના નાના પક્ષોને સ્થાન મળશે અને તેથી આ કવાયત થઈ રહી છે તો ભાજપના કેટલાક મંત્રીઓને સંગઠનમાં મોકલી 2024ની તૈયારીઓને મજબૂત કરવાનો પણ વ્યુહ છે. મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેનાના હવે સતાધારી- શિંદે જૂથને પણ કેન્દ્રીય કેબીનેટમાં અગાઉની શિવસેનાના ‘કવોટા’ મુજબ સ્થાન અપાશે.