કલમ 370 હટાવાયા બાદ પ્રથમ ચુંટણી થશે: પંચ ત્રણ વાગ્યે શિડયુલ જાહેર કરશે
હરિયાણા વિધાનસભા ઉપરાંત ગુજરાત વિધાનસભાની એક બેઠકની પેટાચુંટણી જાહેર થવાની પણ શકયતા
- Advertisement -
કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પ્રથમ વિધાનસભાની ચુંટણીનો તખ્તો તૈયાર થયો છે. ચુંટણીપંચ દ્વારા આજે બપોરે ત્રણ વાગ્યે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચુંટણીનુ એલાન કરવામાં આવશે. સાથોસાથ હરિયાણાની ચુંટણી પણ જાહેર થવાની સંભાવના છે.
કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા આજે બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. કાશ્મીર ઉપરાંત હરિયાણાની વિધાનસભા ચૂંટણીનુ પણ એલાન થઈ શકે છે. કાશ્મીરમાં કલમ 370 રહ્યા બાદ આ પ્રથમ ચુંટણી હશે.
ગત વખતે હરિયાણા ઉપરાંત મહારાષ્ટ્ર તથા ઝારખંડમાં એક સાથે વિધાનસભા ચૂંટણી યોજવામાં આવી હતી. કાશ્મીરની સાથે અન્ય રાજયોની વિધાનસભા ચૂંટણી જાહેર થાય છે કે કેમ અને થાય તો કયા રાજયની હશે. તેના પર મીટ માંડવામાં આવી રહી છે. ચુંટણી પંચ દ્વારા કયા રાજયની ચુંટણીનું શિડયુલ જાહેર થશે તેનો ફ્રોડ પાડવામાં આવ્યો ન હતો પરંતુ કાશ્મીર માટે ચુંટણી તારીખો ઘોષિત થવાનુ નિશ્ચિત ગણાવવામાં આવે છે. કારણ કે ચુંટણી પંચે ગત પખવાડીયામાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. કાયદો વ્યવસ્થા સહિતની તૈયારીઓનો ગ્રાઉન્ડ રીપોર્ટ મેળવ્યો હતો.
- Advertisement -
જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચુંટણી 30 સપ્ટેમ્બર પુર્વે કરવા સુપ્રિમ કોર્ટે સૂચના આપી હતી. કલમ 370 હટ્યા બાદ આ પ્રથમ ચુંટણી હશે. છેલ્લા બે મહિનામાં વધેલી ત્રાસવાદી પ્રવૃતિને ધ્યાનમાં રાખીને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત રાખવો પડશે અને તે અંતર્ગત 5થી7 તબકકામાં ચુંટણી યોજવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે. ચુંટણી પંચે કાશ્મીર ઉપરાંત હરિયાણાનો પણ પ્રયાસ કર્યો હતો તેના આધારે આ રાજયમાં પણ ચુંટણીનું શિડયુલ જાહેર થઈ શકે છે. હરિયાણાની વિધાનસભાની મુદત 3 નવેમ્બરે પુર્ણ થવાની છે. મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત પણ 26 નવેમ્બરે પુર્ણ થવાની છે. જો કે, ત્યાં કયારે ચુંટણી થશે તે વિશે સસ્પેન્સ છે.