ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી 65-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મદદનીશ ખર્ચ નિરીક્ષક તરીકે મદદનીશ કમિશનર સેન્ટ્રલ જીએસટી, મોરબી ડિવિઝન-1 ના અધિક્ષક આર.જે. જાડેજા, 66-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં મદદનીશ ખર્ચ નિરીક્ષક તરીકે અધિક્ષક કમિશનર ઇન્કમટેક્સના આવકવેરા અધિકારી ચંદ્રેશભાઇ જોશી તેમજ 67-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં મદદનીશ ખર્ચ નિરીક્ષક તરીકે મદદનીશ કમિશનર સેન્ટ્રલ જીએસટી, મોરબી ડિવિઝન-2 ના અધિક્ષક નીરજભાઈ દવેની નિમણુક કરવામાં આવી છે.
આ અધિકારીઓએ સૂચનાઓ તથા ખર્ચ નિરીક્ષકની સુચના તેમજ જીલ્લા ચૂંટણી અધિકારી તરફથી મળતી સૂચનાઓ મુજબની કામગીરી કરવાની રહેશે. ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ અંગેની જોગવાઈ અનુસાર ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડે તે તારીખથી મદદનીશ ખર્ચ નિરીક્ષક તરીકેની કામગીરી કરવાની રહેશે.