દૂધ ઉત્પાદક સહયોગ અને વિકાસ મંડળના પ્રમુખ સુભાષ આહિરની મુખ્યમંત્રીને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રાજ્યમાં હાલ દુધનો ધંધો ખેતીનો પુરક ધંધો હોય છે. ત્યારે ઇલેક્ટ્રોનિક ફેટ ટેસ્ટિંગ મશીનમાં ગોલમાલને કારણે પશુપાલકો સાથે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. આ બાબતે દુધ ઉત્પાદક સહયોગ અને વિકાસ મંડળના પ્રમુખ સુભાષ આહીર દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. જેમા જણાવેલ કે, હું અને મારી સંસ્થા સૌરાષ્ટ્રના ગૌપાલકો અને ખેડુતોનો આર્થિક અને સામાજિક વિકાસ થાય તેમજ છેવાડાના માનવી સુધી સરકારશ્રીની યોજનાોઓનો લોકોને લાભ મળે તે માટે કાર્યરત છીએ. ગુજરાતમાં ઇલેકટ્રોનિક ફેટ મશીનમાં ફેટ અને એસ.એન.એફ.નું સેટીંગ કરી દુધની કિંમતો પ્રતિ લિટર 3 થી લઇ 10 રૂપીયા સુધી ચુકવણું ઓછું કરવામાં આવે છે. જેથી પશુપાલકો સાથે ખુલ્લેઆમ ગોલમાલ થઇ રહી છે. જેથી આ બાબતે સરકાર દ્વારા ગંભીરતા લઇને આ પ્રશ્ર્નનું નિરાકરણ કરવું ખુબ જરૂરી બન્યુ છે. અને અનેકવાર લેખીત-મૌખિક રજૂઆત કરવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પણ રૂબરૂ મળી રજૂઆત કરી છે.
- Advertisement -
છતાંપણ કોઇ નિરાકરણ કરવામાં આવ્યુ નથી. ત્યારે હવે ફેટ ટેસ્ટિંગ મશીનમાં ફેટ અને એસ.એન.એફ.નું સેટીંગ કરી જે છેતરપીંડી કરવામા આવે છે જો તે બંધ થાય તો પશુપાલકોને પોષણક્ષમ ભાવ સારો મળી રહેશે. મહત્વની બાબત એ છે કે, તમામ ડેરીઓ તથા સંસ્થાઓ ખોટુ કરી રહી છે તેમ નથી. પરંતુ ફેટ મશીનમાં ગોલમાલ કરી થતી ચોરી રોકવા માટે હાલ સરકારના કોઇપણ ડીપાર્ટમેન્ટ પાસે સતા નથી. જેના કારણે આ દૂષણ રોજબરોજ વધાવામા હોય જેથી આ બાબતે સરકાર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરી ગરીબ પશુપાલકો તથા ગૌપાલકોને ન્યાય આપવામાં આવે તેવી માંગણી છે. અને ફેટ મશીન અંદર સેટીંગ કરવામાં આવેલ હોય છે જેમાં દુધના ફેટ આપડે જેટલા ધટાડવા હોય છે તેટલા ઘટાડી શકે છે. ગ્રામ્ય પંથકના પશુપાલકોને આવી કોઈ જાણકારી અને માહીતી હોતી નથી. અને જો જાણકારી હોય તો પણ આવી ચોરી માટે ક્યાં ડીપાર્ટમેન્ટ તપાસ કરશે તે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે સરકારશ્રી દ્વારા યોગ્ય પગલા ભરી ગુજરાતમાં ફેટ મશીનમાં થતો ભ્રષ્ટાચાર અટકાવવામાં આવે તેવી દુધ ઉત્પાદક સહયોગ અને વિકાસ મંડળના પ્રમુખ સુભાષભાઇ આહીર દ્વારા માંગ કરવામાં આવી છે.