જમીનથી અડધો ફૂટ ઊંચાઈએ પાઇપ લાઇન નાખવામાં આવતી હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
ધ્રાંગધ્રા શહેરમાં રાજ્ય સરકારના અમૃત 2.0 યોજના થકી પીવાના પાણીની પાઇપ લાઇન નાખવાના અને સંપ બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેમાં આશરે વીસ કરોડના ખર્ચે આ સમગ્ર ધ્રાંગધ્રા શહેરના નગરપાલિકા વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે જ્યારે આ વીસ કરોડનું કામ ૠઞઉઈ (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની) ને કામ આપવામાં આવ્યું છે પરંતુ ધ્રાંગધ્રા શહેરમાં આ પાઇપલાઇન અને સંપ બનાવવાના કામ શરૂ થતા જ વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ ઉઠવા પામી હતી.
- Advertisement -
હાલ ધ્રાંગધ્રા શહેરના વોર્ડ નંબર 1માં પાણીની પાઇપ લાઇન નાખવાનું કામ થઈ રહ્યું છે. હાલ જ્યાં પાણીની પાઇપ લાઇન નાખવા માટે જમીનમાં માત્ર અડધો ફૂટ ખાડો ખોદી પાઇપ લાઇન નાખવામાં આવે છે જેથી કોઈ ભારે વાહન નીકળે તો તરત જ આ પાઇપ લાઇન ભાંગી જાય તેમ છે બીજી તરફ આગાઉ ધ્રાંગધ્રા શહેરના આવા યોજનાના મકાન નહીં બનાવેલ સંપના ઉપયોગ પૂર્વે જ પોપડા પડવા લાગ્યા હતા જેથી ભ્રષ્ટાચાર આચરવામાં આવતા કામ સામે જાગૃત નાગરિક દ્વારા લેખિત રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતા તંત્રના અધિકારીઓ સામે પણ અનેક પ્રકારની શંકા ઉપજી છે.



