પાણી સ્ટોરેજ માટેનો સંપ ઉપયોગમાં આવે તે પૂર્વે જ પોપળા પડવા લાગ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
રાજ્ય સરકારી ગુજરાતના છેવાડાના માનવી સુધી પીવાનું પાણી પહોંચાડવા માટેના પ્રયત્નો હાથ ધરી રહ્યું છે જેના લીધે પહેલા “નળ સે જલ” બાદ હવે અમૃત યોજના થકી કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જે પ્રકારે રાજ્યભરમાં નલ સે જલ યોજના ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો તે પ્રકારે આ અમૃત યોજના પણ ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. ધ્રાંગધ્રા શહેરમાં તમામ વોર્ડમાં અમૃત યોજના થકી જીયુડીસી (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની) દ્વારા રાજ્ય સરકારની આ અમૃત યોજના અંતર્ગત પાઇપ લાઇન અને સંપ બનાવવાનું કામ કરી રહી છે જેમાં ધ્રાંગધ્રા શહેરના વોર્ડ નંબર એક અને કોલેજ પાછળના વિસ્તારોમાં પાણીની પાઇપ લાઇન નાખવાનું કામ કરવામાં આવ્યું હતું જેમાં સરકારી ધારા ધોરણ મુજબ જમીનથી આશરે એકાદ મીટર ઊંડી પાઇપ લાઇન નાખવાનું હોવા છતાં પણ માત્ર ચારથી પાંચ ઇંચ જેટલી ઊંડી પાઇપ નાખી દેવામાં આવી છે સાથે જ જે પ્રકારે જમીનમાં નાખેલી પાઇપ લાઇન ફરતે સુરક્ષા કવચ કરવાનું હોય છે
- Advertisement -
તેમાં કોઈપણ પ્રકારનું કામ કરવામાં આવ્યું નથી. આ સાથે ધ્રાંગધ્રા શહેરના રાજપર રોડ પર આવાસ યોજનાના મકાન બાજુમાં સંપ બનાવ્યો છે જેમાં પણ તદન ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવેલ સંપ જમીન લેવલથી વિપરીત હોવાનું નજરે તારી આવે છે. જોકે આ સંપનો હજુ સુધી ઉપયોગ પણ થયો નથી ત્યાં તો સંપ માંથી પોપડા પણ પડવા લાગ્યા છે હવે આ સંપ કેવા વર્ષ સુધી અડીખમ રહેશે ? આ સવાલનો જવાબ તો માત્ર સંપ બનાવનાર જીયુડીસીના કોન્ટ્રાકટર જ કહી શકે તેમ છે પરંતુ પ્રજાના રૂપિયાનો વેડફનાર અને સરકારી કામ છતાં ભ્રષ્ટાચાર આચરનાર જીયુડીસી દ્વારા ગુજરાતની અમૃત યોજના અંતર્ગત કામગીરી કરતા નલ સે જલ યોજના માફક જ રાજ્યભરમાં ભ્રષ્ટાચાર સામે આવે તેવી શક્યતા નજરે પડે છે.