ભ્રષ્ટાચાર થયાની RMCમાં અનેક વખત રજૂઆત છતાં કોઈ નિર્ણય નહીં
પોપડા પડવા, લીકેજ, ઈલેક્ટ્રિક કામની સમસ્યા અને વરસાદી પાણી નિકાલની સમસ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રૈયા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા લાઇટ હાઉસમાં ફ્લેટ ધારકોને અનેક સમસ્યાઓ છેલ્લા બે વર્ષથી ભોગવી પડી રહી છે લાઈટ હાઉસ પ્રોજેક્ટ શરુ થયો હતો ત્યારે અનેક સુવિધાઓની વાત કરવામાં આવી હતી જેમાં આધુનિક બાંધકામ અને લેટેસ્ટ ટેકનોલોજીના બાંધકામ સાથે લાઈટ હાઉસનું કામ કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવ્યું હતું. જેમાં સુવિધાની વાત કરીએ તો ભૂકંપ પ્રતિરોધક, આધુનિક બાંધકામ, કોમ્યુનિટી હોલ શોપિંગ સેન્ટર આંગણવાડી દવાખાના તેમજ વોટર હાર્વેસિ્ંટગ જેવી સુધીથી પ્રોજેક્ટ સજ્જ કરવામાં આવશે પરંતુ બે જ વર્ષમાં ફલેટધારોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવી પડી રહ્યો છે.
રાજકોટમાં પરશુરામ મંદિર પાસે, અટલ સ્માર્ટ સીટી, રૈયા રોડ ખાતે આવેલા લાઈટ હાઉસ પ્રોજેકટમાં બીલ્ડરો દ્વારા ઘણી ખામીઓ અને કરેલા ભ્રષ્ટાચારથી ફલેટ ધારકો ત્રાહીમામ પોકારી ગયા છે. નબળી કક્ષાનાં બાંધકામથી વરસાદની સીઝનમાં લોકોનાં ફલેટમાં દિવાલ અને છતમાંથી પાણી પડી રહીયુ છે. લોકોને ના છુટકે પોતાના ફલેટ છોડીને ભાડે રહેવા જવું પડે એવી પરિસ્થીતી ઉભી થઈ છે, નબળી ગુણવતાનાં બાંધકામથી વરસાદ પછી મોટા ભાગનાં ફલેટ ધારકોને દિવાલમાં સતત ભેજ રહે છે. દિવાલમાંથી પ્લાસ્ટર ઉખડી જાય છે. પેસેજમાં અનેક જગ્યાએ લીફ્ટની આસપાસની લાદીઓ ઉખડી ગઈ છે. અમુક ફલેટ ધારકોનાં વોશ એરીયાની દિવાલ પણ બહારની સાઈડ ઝુકી ગઈ છે. જો કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે. દરેક માળનાં પેસેજમાં આવતું વરસાદી પાણીનાં નીકાલની પણ યોગ્ય પાઈપલાઈન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી નથી. પાર્કિંગમાં નબળી કક્ષાનું બાંધકામ કર્યું છે. વારંવાર ફરીયાદ કરવા છતાં પણ ઉપરોકત બાબતે કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી.
- Advertisement -
આ ઉપરાંત લાઈટ હાઉસ પ્રોજેકટનાં અરજી પત્રકમાં છેલ્લા પેઈઝ ઉપર સ્પષ્ટ અને વંચાઈ શકે તેવા અક્ષરોમાં લખ્યું હતું કે દરેક ફલેટની સાથે સાથે સેફટી ડોર પણ આપવામાં આવશે. જે તે સમયે સેમ્પલ ફલેટ હતો તેમાં આ સેફટી ડોર હતો. પરંતુ ત્યારબાદ એક પણ ફલેટમાં સેફટી ડોર આપવામાં આવ્યો નથી. આ ડ્રીમ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ માલાણી ક્ધસ્ટ્રક્શન કંપનીને આપ્યો હતો. ડ્રીમ પ્રોજેક્ટના અજીપત્રકમાં અનેક સુવિધા આપવાનો ઉલ્લેખ કર્યો હતો જેમકે ફ્લેટ ધારકોને બે માળનો કોમ્યુનિટી હોલ મળસે પરંતુ બે વર્ષ થઈ ગયા હોવા છતાં હજુ હોલ બન્યો નથી. આ અંગે અનેક રજૂઆત કરવા છતાં માંગણીઓ પૂરી કરવામાં આવી નથી. મહાનગરપાલિકામાં રૈયા ગામથી લાઈટ હાઉસ સુધી વચ્ચેના બે કિલોમીટર જેટલો રસ્તો ખરાબ હોવાની અનેક વખત રજૂઆત કરવા છતાં કામગીરી કરવામાં આવી નથી. હાલ લાઈટ હાઉસ પ્રોજેક્ટના 1144 ફ્લેટ ધારકો સ્પષ્ટ શબ્દોમાં જણાવતા કહ્યું હતું કે જો સમય મર્યાદામાં બાંધકામમાં રહેલી ક્ષતિઓ, કોન્ટ્રાક્ટરો દ્વારા કરેલ ભ્રષ્ટાચારો અને અન્ય બાબતે નહીં આવે અથવા તો ફ્લેટ ધારકોની વાત ધ્યાન પર નહીં મુકાય તો હાઇકોર્ટમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પીટીશન દાખલ કરવાની ચેતવણી આપી છે.