સુપ્રીમ કોર્ટે એકતા કપૂરનેની વેબ સિરીઝમાં ‘આપત્તિજનક સામગ્રી’ ને લઈને ફટકાર લગાવતા કહ્યું હતું કે આવી વેબ સીરિઝ આ દેશની યુવા પેઢીના મગજને દૂષિત કરી રહી છે.
એક સમયે ટીવી ઇન્ડસ્ટ્રીમાં રાજ કરતી એકતા કપૂર હવે તેના દ્વારા બનાવેલ અડલ્ટ વેબ સિરીઝને લઈને વધુ ચર્ચામાં રહે છે. નિર્માતા એકતા કપૂરને દ્વારા બનાવવામાં આવતી XXX સીરિઝની સીઝન 2ની મુશ્કેલીઓ ઓછી ન થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. આજે સુપ્રીમ કોર્ટે એકતા કપૂરનેની વેબ સિરીઝમાં ‘આપત્તિજનક સામગ્રી’ ને લઈને ફટકાર લગાવતા કહ્યું હતું કે આવી વેબ સીરિઝ આ દેશની યુવા પેઢીના મગજને દૂષિત કરી રહી છે. OTT પ્લેટફોર્મ ALT બાલાજી પર પ્રસારિત થતી વેબ સિરીઝમાં ભારતીય સૈનિકોનું કથિત રૂપે અપમાન કરવા અને સૈનિકોના પરિવારજનોની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ એમની સામે વોરંટ જારી કરવામાં આવ્યું હતું અને એ વોરંટને પડકારવામાં આવ્યો હતો.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
યુવા પેઢીના મગજને દૂષિત કરી રહ્યા છો
આ કેસને લઈને જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે કહ્યું હતું કે, ‘કંઈક કરવું પડશે. તમે આ દેશની યુવા પેઢીના મગજને દૂષિત કરી રહ્યા છો. બધા માટે બધુ ઉપલબ્ધ છે પણ તમે લોકોને કેવા પ્રકારના વિકલ્પો પ્રદાન કરો છો? ઊલટાનું તમે યુવા પેઢીના મગજને દૂષિત કરી રહ્યા છો.’
એકતા તરફથી પેશ કરવામાં આવી દલીલ
એકતા કપૂર તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે ‘પટના હાઈકોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરવામાં આવી છે પણ આ વાતની કોઈ ઉમ્મીદ નથી કે કેસની જલ્દી જ સુનાવણી થાય.’ એમને કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે અગાઉ પણ એકતા કપૂરને સમાન કેસમાં રક્ષણ આપવામાં આવ્યું હતું.’ એમને આગળ કહ્યું હતું કે ‘વેબ સિરીઝ સબસ્ક્રિપ્શન પછી જ જોઈ શકાય છે અને આપણા દેશમાં પોતાની પસંદનું કઈં પણ જોવાની સ્વતંત્રતા છે.’
View this post on Instagram
2020માં દાખલ કરવામાં આવી હતી અરજી
જણાવી દઈએ કે બિહારના બેગુસરાયના એક પૂર્વ સૈનિક શંભુ કુમારે આ વેબસીરિઝ સામે શિકાયતની અરજી પર વોરંટ જારી કર્યું હતું. કુમારે કથિત સીરિઝ ‘XXX’ (સીઝન 2) માં સૈનિકની પત્નીથી જોડાયેલ અનેક વાંધાજનક દ્રશ્યો અંગે ફરિયાદ દાખલ કરી હતી.