‘RMC કાઉન્સિલર ડેશબોર્ડ’ મોબાઇલ એપ લોન્ચ કરાઇ
આ એપ બનાવી આધુનિક યુગમાં રાજકોટ મનપાનું વધુ એક કદમ: મેયર નયનાબેન પેઢડીયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા સંબંધિત પ્રશ્નો કે ફરિયાદો માટે સામાન્ય રીતે નાગરિક પોતાના વોર્ડના કોર્પોરેટરને રજુઆતો કર્તા હોય છે, આ રજુઆતો રાજકોટ મનપાના લગત અધિકારીઓ સુધી પહોચાડી તે ફરિયાદોનું નિવારણ લાવવા માટે કાર્યરત હોય છે. આ કામગીરીને વધુ સુદ્રઢ, સક્ષમ અને પેપરલેસ બનાવવા અને ફરિયાદ નિવારણ પ્રક્રિયાને સરળ બનાવવા માટે કોર્પોરેટરો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાઉન્સિલર મોબાઈલ એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેનું લોન્ચિંગ આજે તા.12-03-2025ના રોજ કરવામાં આવ્યું છે. આજના કાઉન્સિલર એપ લોન્ચિંગ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી મતી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષ રાડીયા, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેન, કોર્પોરેટર, નાયબ મ્યુનિસિપલ કમિશનર, અધિકારી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેટર એપ વિશેની સંપૂર્ણ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા બનાવવામાં કોર્પોરેટરોની કામગીરી સરળ બને તે માટે આધુનિક કાઉન્સિલર એપ બનાવવામાં આવી છે. આ એપ્લીકેશનમાં રાજકોટ મહાનગરપાલિકા લગત સેવાઓના ફોમ્ર્સ, અધિકારીઓના ટેલીફોન નંબર, વોર્ડ ઓફિસ-આરોગ્ય કેન્દ્રના સરનામાં અને અખબારી યાદી જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે. આ એપમાં આવતી રજુઆતો/પ્રશ્નો અંગે દર મહિને રીવ્યુ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ એપ સરળ અને સમજી શકાય તેમ ગુજરાતી ભાષામાં ડેવલપ કરવામાં આવી છે. આ એપના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનર તરીકે કોર્પોરેટર દ્વારા કરવામાં આવતી ફરિયાદો/રજુઆતોના નિવારણ માટે 24 કલાક ઉપલબ્ધ રહી શકીશ. આ એપ્લીકેશન એન્ડ્રોઇડ એપ સ્ટોર, એપલ સ્ટોર અને ગુગલ પ્લે સ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાશે.
કોર્પોરેટર એપની વિશેષતા
સામાન્ય નાગરિકની ફરિયાદ બાદ કામગીરી સહીતની પ્રક્રિયાને સુદ્રઢ, સક્ષમ અને પેપરલેસ બનાવવા માટે કોર્પોરેટરો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટર એપ વિકસિત
કોર્પોરેટર પોતાના વોર્ડમાંથી આવતી પ્રજાલક્ષી ફરિયાદો/રજુઆતો જેમ કે સફાઈ, વીજળી, પાણી, ગટર વગેરે જેવી ફરિયાદોને સીધી અપલોડ કરી શકે છે. આ ઉપરાંત તેના લગત રીયલટાઈમ ફોટા અને સંબંધિત અરજી પણ અપલોડ કરી શકશે
રાજકોટ મહાનગર પાલિકાના લગત વિભાગના અધિકારીઓ દ્વારા આ ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે અને તેમના દ્વારા કરવામાં આવેલ કામગીરીની માહિતી પણ જીઓલોકેશન અને ફોટોગ્રાફ્સ સાથે અપલોડ કરી શકશે.
આ ઉપરાંત વધારાના ફીચર્સ રૂપે આ એપ્લીકેશનમાં મહાનગરપાલિકા દ્વારા પુરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ અંગેના ફોર્મ જેમ કે લગ્ન નોંધણી, મિલ્કત વેરા ટ્રાન્સફર ફોર્મ વગેરે ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેને કોર્પોરેટર તેમના વોર્ડના નાગરિકોને સીધા શેર કરી શકશે. છખઈના વિવિધ વિભાગોના સંબંધિત અધિકારી અને કર્મચારીઓની ટેલીફોન ડાયરી, વિવિધ વોર્ડ ઓફિસ, આરોગ્ય કેન્દ્રોના સરનામાંની વિગતો જીઓ લોકેશન સાથે આપવામાં આવી છે.
આ એપ્લીકેશનની મદદથી કોર્પોરેટરની તમામ ફરિયાદોની યાદી, તમામ અખબારી યાદી વગેરે જેવી માહિતી ઉપલબ્ધ થશે.