વોર્ડ નં.૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટી સભ્યના ધ્યાનમાં આવી ગેરરીતિ
કોન્ટ્રાક્ટર એજન્સી સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલની સુચના
ખાસ ખબર: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલ રેસકોર્સ ગાર્ડન વોક વે માં આવશ્યકતા મુજબના રીપેરીંગનું કુલ રૂ.૧૬.૪૫ લાખનું કામ આ અગાઉ સ્ટે.ક.ઠ.નં.૩૫૭ તા.૦૯/૧૨/૨૦૨૦ અન્વયે કોન્ટ્રાક્ટર એજન્સી આર.કે. કન્સ્ટ્રકશનને સુપ્રત કરવામાં આવેલ. આ કામમાં ધોલપૂરી સ્ટોન રીફીટીંગ કામ ઉપરાંત ચેઈનલીંક ફેન્સીંગ, ફરકડી વિગેરે રિપેરિંગ કામ તથા કલર કામનો સમાવેશ થતો હતો. જે અન્વયે આ ગાર્ડનમાં વોક વે પરના જરૂરિયાત મુજબના નવા ધોલપૂરી સ્ટોન નાખવાના હતા. જો કે, કોન્ટ્રાક્ટર દ્વારા આશરે રૂપિયા પોણા ત્રણ લાખથી વધુની કિંમતના જુના ધોલપૂરી સ્ટોન પાથરી દીધા હોવાનું વોર્ડ નં.૦૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષભાઈ રાડીયાના ધ્યાનમાં આવતા, તેમણે તુરંત જ સ્ટેન્ડિંગ કમિટી ચેરેમેન પુષ્કરભાઇ પટેલના ધ્યાને મૂકી ચકાસણી કરતા, આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેના પગલે ચેરમેનએ કોન્ટ્રાક્ટર સામે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ અને વોર્ડ નં.૦૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય શ્રી મનીષભાઈ રાડીયાએ આ અંગે એમ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોમાં કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા ક્યાય પણ નબળી કામગીરી ન થાય તે ખુબ જ જરૂરી છે. નબળું કામ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહિ આવે.
આ અંગે વિસ્તૃત વિગતો આપતા મનીષભાઈ રાડિયા જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકાના રેસકોર્સ સંકુલમાં આવેલ રેસકોર્સ ગાર્ડનના જે અન્વયે આ ગાર્ડનમાં વોક વે પરના જરૂરિયાત મુજબના નવા ધોલપૂરી સ્ટોન નાખવાના હતા જેને બદલે આ કોન્ટ્રાક્ટર એજન્સીએ રૂ.૨.૮૬ લાખની કિમતના જુના ધોલપૂરી સ્ટોન ફીટ કરી દીધેલ હોવાનું વોર્ડ નં.૦૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય શ્રી મનીષભાઈ રાડિયાના ધ્યાને આવતા સૌપ્રથમ તેમણે વોર્ડ નં.૦૨ના બાંધકામ શાખાના ડે.એકઝી. એન્જીનીયર પાસેથી જરૂરી વિગતો મેળવી, આ સ્થળ મુલાકાત લઇ, જાત ખરાઈ કરેલ હતી અને બાદમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલને આ બાબતે જાણ કરેલ. જેના અનુસંધાને આજ તા.૧૫/૦૬/૨૦૨૧ના રોજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, વોર્ડ નં.૦૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યશ્રી મનીષભાઈ રાડિયાએ બાંધકામ શાખાના એડી.સીટી. એન્જીનીયરશ્રી એમ.આર. કામલીયા, ડે.એકઝી. એન્જીનીયરશ્રી મહેશ જોષી સહિતના સ્ટાફને તથા કોન્ટ્રાક્ટર એજન્સી આર.કે. કન્સ્ટ્રકશનને રેસકોર્સ ગાર્ડન ખાતે રૂબરૂ બોલાવેલ. જ્યાં કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા પોતે આ કામે નવા ધોલપૂરી સ્ટોનને બદલે જુના ધોલપૂરી સ્ટોન ફીટ કરી દીધેલ હોવાની કબુલાત કરી હતી. જેના અનુસંધાને, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલએ સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સી સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી. ઉપરોક્ત વિગતે, વોર્ડ નં.૦૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય શ્રી મનીષભાઈ રાડીયાની સતર્કતાથી રેસકોર્સ ગાર્ડનમાં રૂ.૨.૮૬ લાખના ખર્ચે જુના ધોલપૂરી સ્ટોન ધાબડી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો