ઇન્ડિયન આઇડોલના સુપ્રસિદ્વ સિંગરો રાજકોટવાસીઓને ડોલાવશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
કોર્પોરેશન દ્વારા 1લી મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિન ઉજવણી નિમિતે રેસકોર્ષ ખાતે સપ્તરંગી સાંજનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રિયાલિટી મ્યુઝીકલ શો ઈન્ડીયન આઈડોલના સુપ્રસિદ્ધ સિંગરો પવનદિપ રાજન, અરૂનીતા કાનજી લાલ, સાયલી કાંબલે, આશિષ કુલકર્ણી, સવાઈ ભાટ વગેરે દ્વારા ગીતોની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે થશે. આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણીની વિશેષ ઉપસ્થિતિમાં થશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, વગેરે ઉપસ્થિત રહેશે. ઈન્ડીયન આઇડોલમાં સિંગરો પવનદિપ રાજન, અરૂનીતા કાનજી લાલ, સાયલી કાંબલે, આશિષ કુલકર્ણી, સવાઈ ભાટ વગેરેએ દેશભરમાં ખુબ જ લોકચાહના મેળવી છે.


