દૂનિયાભરમાંથી 2000 મહાનુભાવો-મહેમાનોની હાજરીમાં સમારોહ: ભારતનાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની હાજરી સમગ્ર વિશ્વમાં અભુતપૂર્વ ઉત્સાહ
શાહી પરિવાર છોડનાર પ્રિન્સ હૈરી હાજર પરંતુ એકપણ પરંપરામાં સામેલ નહિં થાય
- Advertisement -
બ્રિટન નવા રાજા તરીકે કિંગ ચાર્લ્સની તાજપોશી માટે સજજ બન્યું છે. આજે રાજયાભિષેક માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને તે માટે સમગ્ર દેશમાં જબરદસ્ત ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. કિંગ ચાર્લ્સ પારંપરીક રાજ સિંહાસન પર આરૂઢ થશે. બ્રિટનના નવા રાજાનો રાજયાભિષેક લંડનના વેસ્ટમિંસ્ટર એબેમાં યોજાનાર છે. કિંગ ચાર્લ્સની પત્ની કૈમિલાની પણ ભાવિ મહારાણી તરીકે તાજપોશી થશે. માત્ર ભારત જ નહીં. સમગ્ર દુનિયાની નજર બ્રિટનના આ રાજયાભિષેક સમારોહ પર તકાયેલી છે.
તાજપોશી પુર્વે કિંગ ચાર્લ્સ તથા તેમના મોટા પુત્ર પ્રિન્સ વિલીયમ તથા તેની 58મી કેટ મિડલટન બર્કિંધમ પેલેસ નજીક પોતાની નજીકના લોકો તથા સ્નેહીઓ સાથે મુલાકાત કરશે. બ્રિટનના શાહી પરિવારમાં કેટલાંક સમય દરમ્યાન ઘણા બદલાવ થયા છે. પ્રિન્સ હૈરી તથા તેની પત્ની મેગન મેર્કલે શાહી પદવી છોડી દીધી હતી. તેઓ કિંગ ચાર્લ્સની તાજપોશીમાં સામેલ થશે પરંતુ શાહી પરંપરામાં સામેલ નહીં થાય એટલું જ નહીં રાજયાભિષેક વખતે સૈન્ય યુનિફોર્મ પણ નહીં પહેરે
કે પરિવારના સંયુક્ત ફોટાશુટમાં સામેલ નહીં થાય. શાહી પરિવારના અંગત ભોજન સમારોહમાં પણ ભાગ નહીં લ્યે. નવા રાજાના રાજયાભિષેક માટે બ્રિટન સિવાય દુનિયાભરમાં ઉત્સાહ છવાયેલો જ છે. સમગ્ર વિશ્ર્વમાંથી 2200 મહાનુભાવોને સમારોહમાં સામેલ થવા માટે તેડાવવામાં આવ્યા છે તેમાં અનેક વૈશ્વીક નેતાઓ, શાહી પરિવારના સભ્યો તથા સેલીબ્રીટીઓનો સમાવેશ થાય છે. ભારત તરફથી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આ તાજપોશી સમારોહમાં સામેલ થયા છે.
- Advertisement -
આ સિવાય અમેરિકી પ્રમુખ જો બાઈડનના પત્ની જિલ બાઈડન પણ રાજયાભિષેકમાં સામેલ થવા બ્રિટન પહોંચી ગયા છે. શાહી પરિવારના સમારોહની ઝલક મેળવવા માટે લોકોએ કેટલાય દિવસોથી બર્કિંધમ પેલેસ નજીકના મોલમાં ધામા નાખ્યા છે. સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. રાજયાભિષેકમાં કિંગ ચાર્લ્સને એડવર્ડનો તાજ પહેરાવવામાં આવશે જે 1661માં કિંગ ચાર્લ્સ દ્વિતીય માટે અંગ્રેજી ગૃહયુદ્ધમાં ઓગળી ગયેલા મધ્યકાળના મુગટને બનાવવામાં આવ્યો હતો. રાજયાભિષેક બાદ આ શાહી મુગટ પહેરાવવામાં આવશે.