ભારતમાં કોરોના વાયરસનો કહેર ફરી વધવા લાગ્યો છે. સતત ઘટી રહેલા કેસ હવે ફરીથી વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં તો સતત બે હજારથી વધારે કોરોના કેસ નોંધાઈ રહ્યા છે તેમ આજે કેસનો આંકડો 3 હજારને પાર કરી ગયો છે.
- Advertisement -
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,712 નવા કેસ નોંધાયા છે.
કેસમાં 35 ટકાનો ઉછાળો
આ સાથે નવા કેસોમાં 35.2 ટકાનો ઉછાળો આવ્યો છે. મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાને કારણે પાંચ લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 12,44,298 લોકોને કોરોના સામે રક્ષણ માટે રસી આપવામાં આવી છે, જેના કારણે દેશમાં રસીકરણની સંખ્યા 1,93,70,51,104 પર પહોંચી ગઈ છે.
- Advertisement -
1123 લોકોએ કોરોનાને માત આપી
આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 1123 લોકોએ કોરોનાને માત આપી છે, જેના કારણે દેશમાં તેમની રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 4,26,20,394 થઈ ગઈ છે.
સરકારી ડેટા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનો એટલે કે પોઝિટીવીટી રેટ 0.05 ટકા હતો જ્યારે રિકવરી રેટ 98.74 % હતો.
કોરોના સંક્રમણને શોધવા માટે, છેલ્લા 24 કલાકમાં 4.5 લાખ ચાલીસ હજારથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેનાથી ટેસ્ટની કુલ સંખ્યા 85 કરોડથી વધુ થઈ ગઈ છે.
#COVID19 | India reports 3,712 fresh cases, 2,584 recoveries, and 5 deaths in the last 24 hours.
Total active cases are 19,509. Daily positivity rate 0.84% pic.twitter.com/OKMxpv3Olj
— ANI (@ANI) June 2, 2022
નવા કેસોમાં સતત વધારો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 48 કલાકથી કોરોનાના નવા કેસમાં વધારો નોંધાયો છે. બુધવારે મળેલી માહિતી અનુસાર, અગાઉ દેશમાં કોરોનાના 2745 નવા કેસ નોંધાયા હતા, જેનાથી સંક્રમિતોની કુલ સંખ્યા 18,386 થઈ ગઈ હતી. અગાઉ મંગળવારે કોવિડ-19ના 2338 નવા કેસ સામે આવ્યા હતા. આવી સ્થિતિમાં, કોરોનાના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જે ચિંતાજનક છે.