નવા સબવેરિયન્ટ JN.1ને કારણે કોરોના કેસમાં વધારો થયો છે. જો કે એક્સપર્ટસનું કહેવું એમ છે કે આને કોરોનાની નવી વેવ કે લહેર કહેતા પહેલા હજુ થોડા દિવસોની વધુ રાહ જોવી જોઇએ.
વર્લ્ડ હેલ્થ ઓર્ગનઝેશન એટલે કે WHOએ કોરોના માટેની જાહેર આરોગ્ય ઈમરજન્સી નોટિફિકેશન પાછી ખેંચ્યાના લગભગ 7 મહિના પછી આ વાયરસે ફરી એક વખત ટેન્શન વધાર્યું છે. છેલ્લા થોડા દિવસથી કોરોનાએ આખી દુનિયામાં ફરી માથું ઊંચક્યું છે, જેની પાછળનું કારણ એ છે કે ઓમિક્રોન વેરિઅન્ટ નવા સબવેરિયન્ટ JN.1માં રૂપાંતરિત થયું છે.
- Advertisement -
નવા સબવેરિયન્ટ JN.1ને કારણે કોરોના કેસમાં વધારો થયો છે. જો કે એક્સપર્ટસનું કહેવું એમ છે કે આ કેસના વધારાને કોરોનાની નવી વેવ કે લહેર કહેતા પહેલા હજુ થોડા દિવસોની વધુ રાહ જોવી જોઇએ. અને ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. સાથે જ એમનું એમ પણ કહેવું છે કે WHO દ્વારા જાહેર કરાયેલ ‘વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ લિસ્ટ કદાચ અંતિમ ન હોય.
એક રિપોર્ટ અનુસાર WHOના પૂર્વ વૈજ્ઞાનિકે કહ્યું છે કે, ‘ આ મોસમી ફ્લૂ જેવા કે ઈન્ફલ્યુએન્ઝા A (H1N1 અને H3N2), એડેનોવાઈરસ, રાઈનોવાઈરસ અને રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસથી થતા શ્વસન ચેપ, ઋતુ પરિવર્તનને લગતી બિમારીઓ હોય શકે છે જે કોવિડ-19 લક્ષણો સમાન છે.
તેમણે વધુમાં કહ્યું કે ‘લક્ષણો સાથે દરેકની તપાસ કરવી શક્ય નથી. આપણે ગંભીર શ્વસન ચેપ અથવા ન્યુમોનિયાથી પીડિત હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની તપાસ કરવી જોઈએ. સાથે આ ગંદા પાણીને કારણે પણ થઈ શકે છે. એમને જણાવ્યું કે ઘણા દેશોમાં ફેલાતા વિવિધ ચેપને શોધવા અને તેની જાણ કરવા માટે ગંદા પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવે છે.
- Advertisement -
શું માસ્ક પહેરવું જોઈએ?
નિષ્ણાતોનું કહેવું છે કે’લગ્ન હોલ, ટ્રેન અને બસો જેવી બંધ ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવું એ સારો વિચાર છે. માસ્ક પહેરવાથી કોવિડ સહિત અનેક રોગોને અટકાવી શકાય છે, પરંતુ હાલ માસ્ક ફરજિયાત બનાવવાની જરૂર નથી. વૃદ્ધ લોકો, સગર્ભા સ્ત્રીઓ અને રોગપ્રતિકારક શક્તિની ખામી ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. જો તેઓ આમ કરે છે, તો તેઓએ માસ્ક પહેરવું જોઇએ.