નોઈડામાં વધુ 15 વિધાર્થીઓ સહિત 44 નવા કેસ મળ્યા
દેશમાં કોરોનાવાયરસ મહામારી ના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ દિલ્હી સહિતના કેટલાક રાજ્યોમાં ફરીથી ચિંતા વધી રહી છે અને દિલ્હીમાં નવા કેસમાં વધારો થઈ રહ્યો છે અને દિલ્હી સરકારે એવો નિર્ણય કર્યો છે કે હવે જો વધુ કેસ બહાર આવશે તો તરત જ સ્કૂલો બંધ કરી દેવામાં આવશે. નોઈડામાં વધુ 15 વિદ્યાર્થીઓ સહિત 44 જેટલા નવા કેસ બહાર આવી ગયા છે અને તમામ વિદ્યાર્થીઓ અને સંબંધિત વિસ્તારોમાં ટેસ્ટિંગની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે.
તેજ રીતે ગુરુ ગ્રામ માં પણ નવા કેસમાં વધારો થઈ રહ્યો છે અને પોઝિટિવિટી રેટ વધીને 8.5 ટકા જેટલો થઈ ગયો છે અને તમામ વિસ્તારોમાં ટેસ્ટિંગની કાર્યવાહી ગતિશીલ બનાવી દેવામાં આવી છે. જોકે દિલ્હી ની હાલત ઝડપથી બઞડી રહી છે અને દરેક વિસ્તારમાંથી નવા કેસ બહાર આવી રહ્યા છે ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.
- Advertisement -
દરમિયાનમાં 20મી એપ્રિલના રોજ આરોગ્ય તંત્ર સહિતના મહત્વના અધિકારીઓની બેઠક મળવાની છે જેમાં નવેસરથી દિલ્હીમાં પ્રતિબંધો લગાવવાનો નિર્ણય લઈ શકાય છે અને તે મુજબની જાહેરાત થાય તેવી શક્યતા છે. આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ એક સપ્તાહમાં નવા કેસ ની રફતાર ડબલ થઈ ગઈ છે અને હવે જરૂર પડ્યે નવા નિયંત્રણો લાદી શકાય છે.