ખાસ-ખબર સંવાદદાતા
વિશ્ર્વભરમાં કોરોના વાયરસ બાદ હવે મંકીપોક્સે લોકોની ચિંતા વધારી દીધી છે. બ્રિટન બાદ હવે અમેરિકામાં તેનો મામલો સામે આવ્યો છે. યુએસના મેસેચ્યુસેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થે બુધવારે એક વ્યક્તિમાં મંકીપોક્સ વાયરસના ચેપની પુષ્ટિ કરી છે. આ વ્યક્તિ તાજેતરમાં કેનેડા ગયો હતો. મેસેચ્યુસેટ્સ ડિપાર્ટમેન્ટે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે આ વ્યક્તિની શરૂઆતમાં જમૈકાની લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (ઈઉઈ) ખાતે વાયરસની પુષ્ટિ થઈ હતી. હાલમાં, સીડીસી તે વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને ઓળખવા માટે સ્થાનિક આરોગ્ય બોર્ડ સાથે કામ કરી રહી છે.અખબારી યાદી મુજબ, આ બાબતથી સામાન્ય જનતાને કોઈ ખતરો નથી.
મંકીપોક્સ શું છે?
- Advertisement -
મંકીપોક્સ એ એક દુર્લભ અને ગંભીર વાયરલ રોગ છે જે સામાન્ય રીતે ફલૂ જેવી બીમારી અને લિમ્ફ નોડ્સના સોજાથી શરૂ થાય છે, નિવેદનમાં જણાવાયું છે. તે ચહેરા અને શરીર પર ફોલ્લીઓ તરીકે વિકસે છે. તેનું સંક્રમણ મોટાભાગે 2 થી 4 અઠવાડિયા સુધી ચાલે છે. વાયરસ લોકો વચ્ચે સરળતાથી ફેલાતો નથી, પરંતુ દર્દીના શરીરના પ્રવાહી અને મંકીપોક્સના જખમના સંપર્ક દ્વારા ફેલાય છે.