- દેશમાં કોરોનાનો હાહાકાર
- છેલ્લા 24 કલાકમાં 2,47,417 કેસ નોધાયા
- ઓમિક્રોનના કેસ પણ 5000ને પાર
દેશમાં કોરોનાની ઝડપ સતત વધી રહી છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2 લાખ 47 હજાર 417 નવા કેસ નોંધાયા છે. નવા કેસ આવ્યા બાદ દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 11 લાખ 17 હજાર 531 થઈ ગઈ છે. કોરોનાનો દૈનિક દર 13.11 ટકા છે જ્યારે સાપ્તાહિક દર 10.80 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 69.73 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ 95.59% છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 154.61 કરોડ રસીના ડોઝ આપવામાં આવી ચુકયા છે .
ઓમિક્રોનના કેસ 5 પણ હજારને પાર
- Advertisement -
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રિપોર્ટ અનુસાર ભારતમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા 5 હજારને પાર થઈ ગઈ છે. દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના આજ સુધીમાં 5,488 કેસ નોંધાયા ચુક્યા છે. આ યાદીમાં મહારાષ્ટ્ર 1,281 અને રાજસ્થાન 645 સાથે ટોચ પર છે. આ પછી, દિલ્હીમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 546 કેસ નોંધાયા છે. આ સિવાય કર્ણાટક (479), કેરળ (350), પશ્ચિમ બંગાળ (294), ઉત્તર પ્રદેશ (275), ગુજરાત (236), તમિલનાડુ (185) અને હરિયાણા (162)માં કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં મળી આવેલા ઓમિક્રોનના કુલ દર્દીઓમાંથી 1,805 સાજા થયા છે. હવે દેશમાં ઓમિક્રોનના 3,063 કેસ છે.
ગુજરાતમાં ઉપર કોરોનાનું વધતું સંકટ
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે 30 ડિસેમ્બરે કોરોના પોઝિટીવીટી રેટ 1.1 ટકા હતો. જે 12 જાન્યુઆરીએ વધીને 11.05 ટકા થઈ ગયો. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, યુપી, કેરળ, ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે.