કોરોના મહામારી સમયમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના અવસાન બાદ નિયત કરેલા અદ્યતન સ્મશાનમાંજ મૃતદેહોની અંતિમ વિધિની મંજૂરી આપવામાં આવેલ હતી.
ગોંડલમાં મુકતેશ્વર સેવા ટ્રસ્ટ સંચાલિત સ્મશાનમાં કોરોના મહામારી સમય દરમ્યાન અંદાજે 1000 કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃતદેહને વિધિવત અગ્નિદાહ આપવાની મુશ્કેલ અને જટિલ કામગીરી પુરી જવાબદારી સાથે ફરજ બજાવનાર મુક્તેશ્વર ટ્રસ્ટ સ્મશાનના 22 કર્મચારીઓ અને મુક્તેશ્વર ટ્રસ્ટના ટ્રસ્ટીઓનું અદકેરું સન્માન ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા કરવાનું ભવ્ય આયોજન મુક્તેશ્વર ટ્રસ્ટના સ્મશાનમાં આવેલ વિશાળ પ્રાર્થનાહોલ માં રાખવામાં આવેલ.

- Advertisement -
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગોંડલ રામજી મંદિરના મહંત પૂજ્ય જયરામદાસજી મહારાજ, મામાદેવ મંદિરના મહંત પૂજ્ય ચંદુબાપુ, બીપીનભાઈ ભટ્ટ મસક્તવાળા, આર ડી.મહેતા નિવૃત ચીફ એન્જી, વરૂણકુમાર સાહેબ કમિશ્નનર ગાંધીનગર, ચીફ ઓફિસર પટેલસાહેબ, રાજુભાઇ ઘાના, કેતનભાઈ મહેતા, ગૌ સેવક રમેશભાઈ રૂપારેલીયા વગેરેના હસ્તે મુકતેશ્વર સ્મશાનના કર્મચારીઓનું શીલ્ડ, એક જોડી કપડાં અને રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવેલ. તેમજ ગૌ પ્રેમી રમેશભાઈ રૂપરેલીયા તરફથી તમામ કર્મચારીઓને આયુર્વેદિક હળદર ચંદનયુક્ત સાબુ અને આયુર્વેદિક નશ્ય તેલ આપ આપવામાં આવેલ.

તેમજ આજના કાર્યક્રમમાં મુકતેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના સમયમાં ઉત્તમ કામગીરી કરનાર ત્રણ કર્મચારીઓને 11-11 હજાર રૂપિયા રોકડ પુરષ્કારના ચેક આપી તેમની સેવાઓનું બહુમાન કરવામાં આવેલ. ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દવારા આયોજિત ભવ્ય સન્માન કાર્યક્રમ ને સફળ બનાવવામાં દાતા બીપીનભાઈ ભટ્ટ મસક્તવાળા, કપિલભાઈ ગજેરા, વિજયભાઈ ભાલાળા, અજયભાઈ ત્રિવેદી, મધુસુદનભાઈ તન્ના, તનસુખભાઈ પરમાર, અંબરીશભાઈ વિજયભાઈ ઉદેશી, દીપકભાઈ ભટ્ટ જ્ઞાનદીપ કલાસીસ, ગોંડલના યુવાનો, હર્ષદભાઈ પડીયા અમદાવાદ વગેરેનો સહયોગ પ્રાપ્ત થયેલ હતો.
- Advertisement -

કોરોના વોરિયર્સ સન્માન કાર્યક્રમને સફળ બનાવવામાં હિતેશભાઈ દવે, રજનીશ રાજપરા, કિરણ દવે, યોગેશ દવે, નિખિલ પેથાણી, પ્રેમલ પંડ્યા, આકાશ રાઠોડ, ચિરાગ સિંધવ,ધ્યેય બગથરીયાએ જહેમત ઉઠાવી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોંડલના લોકપ્રિય સંચાલક અને એનાઉન્સર મનીશભાઈ જોશીએ ખુબજ શાનદાર શૈલીમાં કરીને કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો. ઉપસ્થિત મુખ્ય અતિથિઓએ ગોંડલ ફોરેસ્ટ યુથ કલબના આ પ્રયાસ અને સન્માન કાર્યને ખુબજ જરૂરી અને ઉમદા ગણાવતા દાતાઓના સહયોગ અને હિતેશભાઈ દવેના અભિગમને બિરદાવ્યા હતા.



