-અત્યાર સુધી લેબમાં ઉત્પતિ વિશે શંકા હતી પરંતુ હવે ગુપ્ત માહિતીના આધારે ‘પાકુ’ થઈ ગયુ છે: રીપોર્ટ વ્હાઈટ હાઉસને સોંપાયો
બે વર્ષ સુધી સમગ્ર દુનિયાને ‘કેદ’ જેવી સ્થિતિમાં મુકનાર તથા લાખોનો ભોગ લેનાર મહામારી કોરોના અત્યારે કાબુમાં આવી ગઈ છે પરંતુ તે ચીને જ લેબમાં બનાવ્યાનો ઘટ્ટસ્ફોટ અમેરિકાએ કર્યો છે. ચીનની વુહાન લેબમાં જ તે બનાવવામાં આવ્યો હતો. જો કે, ચીન વારંવાર આ વાત નકારી રહ્યું છે છતાં અનેક તપાસ એજન્સીઓએ પુરાવા પેશ કર્યા છે અને ચીન તરફ જ આંગળી તાકી છે.
- Advertisement -
અમેરિકામાં ઉર્જા વિભાગે કરેલા નવા ખુલાસામાં એમ જણાવ્યું છે કે ચીનની પ્રયોગશાળામાં જ કોરોના વાઈરસની ઉત્પતિ થઈ હોવાથી સૌથી દ્રઢ શંકા છે. વોલસ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે નવી ગુપ્ત બાતમી- પુરાવાના આધારે આ નિષ્કર્ષ જારી કરવામાં આવ્યો છે. એજન્સીના નિષ્ણાંત વૈજ્ઞાનિકોએ જ આ તારણ દર્શાવ્યું હતું. ઉર્જા વિભાગના રીપોર્ટમાં ગુપ્ત જાણકારી આધારીત વિગતો પણ પેશ કરવામાં આવી છે. વ્હાઈટ હાઉસ તથા કોંગ્રેસના મુખ્ય સભ્યોને પણ તાજેતરમાં આ રીપોર્ટ સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં એમ કહેવાયુ છે કે અત્યાર સુધી ઉર્જા વિભાગ કોરોના વાઈરસની ખાનગી લેબમાં ઉત્પતિ વિશે અનિશ્ચીત હતું
પરંતુ નેશનલ ઈન્ટેલીજન્સ એવરિલ હેન્સ કાર્યાલયના ડાયરેકટર દ્વારા 2021નો એક દસ્તાવેજ આપવામાં આવ્યો છે જેમાં દુનિયાના વિવિધ ભાગોમાં તબકકાવાર ફેલાવાયેલા વાઈરસની માહિતી છે. કોરોના વાઈરસ ચીનની જ લેબમાં ફેલાયો હતો. જો કે, આકસ્મિક રીતે જ લેબમાં ફેલાયો હતો. આ પુર્વે એફબીઆઈએ પણ તારણ દર્શાવ્યું હતું કે ચીનની લેબમાં લીકેજને કારણે કોરોના વાઈરસ ફેલાયો હતો. એફબીઆઈ અગાઉના તારણ પર આજે પણ કાયમ છે. અત્રે ઉલ્લેખનીય છે
કે કોરોના વાઈરસની દ્રષ્ટિ સૌપ્રથમ ચીનના વુહાનમાં 2019ના અંતે થઈ હતી અને ત્યારબાદ દુનિયાભરમાં ચીનને શંકાની નજરે જ જોવામાં આવતુ હતું. મોટા દેશો પણ ચીન તરફ આંગળી ચીંધતા હતા. જો કે, ચીન આવા આરોપ નકારતુ રહ્યું હતું. ચીનનું કહેવું છે કે વાઈરસ ચીનની બહારથી અથવા પશુમાંથી માનવીમાં આવ્યો હોય શકે છે. કોરોના વાઈરસે સળંગ બે વર્ષ સુધી દુનિયાને થંભાવી દીધી હોય તેવી હાલત જન્મી હતી. વિશ્ર્વભરમાં કરોડો કેસ નોંધાવાની સામે લાખો લોકોના મોત નિપજયા હતા. છેલ્લા એકાદ વર્ષથી મહામારી હળવી થતા દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે.
- Advertisement -