કોરોના રસી લેનારા 15થી 18 વયના વિદ્યાર્થીઓને મળશે iPhone, જાણો કઇ રીતે
કોવિડ -19 રસી લેનારા 15 થી 18 વયના તમામ વિદ્યાર્થીઓ પૈકી લકી ડ્રો મારફતે પસંદગી પામેલા ૫ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ સ્વરૂપે iPhone અપાશે.
- Advertisement -
અમદાવાદ શહેરમાં તમામ નાગરીકોને કોવિડ -૧૯ વેક્સીન મળી રહે તે સારું તબક્કા વાઈઝ કોવિડ -19 વેકસીનેશન મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં અંદાજે 1.80 લાખ જેટલા 15 થી 18 વર્ષના બાળકોને કોરોના રસી આપવામાં આવી છે.
15 થી 18 વર્ષના બાળકોમાં મહત્તમ કોવિડ -૧૯ વેકસીનેશન થાય માટે વધુ એક પ્રયાસના ભાગરૂપે તા. 3 જાન્યુઆરીથી થી તા. 24 દરમ્યાન જે 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓએ જેમણે કોરોના વેક્સીન લીધેલી હશે તેવા તમામ લાભાર્થીઓ પૈકી લકી ડ્રો મારફતે પસંદગી પામેલ પાંચ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઇનામ સ્વરૂપે રૂપિયા 60,000 સુધીની કિંમતના વ્યક્તિદીઠ 1 આઈફોન એમ કુલ ૫ પાંચ આઈફોન આગામી તા. ૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે.