૨૧ જુન બાદ ૧૮ વર્ષ ઉપરના દરેક દેશવાસીઓ માટેના રસીકરણનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે
૮૦ કરોડ જરૂરીયાતમંદ લોકોને દિવાળી સુધી નિ:શુલ્ક અનાજ આપવામાં આવશે
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રજાજનો માટેના હિતકારી નિર્ણયને આવકારતા પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવમી વખત રાષ્ટ્રજોગ સંબોધન કરવામાં આવ્યું તથા તેમના દ્વારા પ્રજાલક્ષી હિતકારી નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, તમામ રાજ્યોને હવે કેન્દ્ર સરકાર તરફથી ફ્રી વેક્સીન આપવામાં આવશે. રાજ્ય સરકારોએ હવે આ માટે કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવો પડશે નહી. અમુક રાજ્યો કેન્દ્રની રસીકરણનો વિરોધ કરી રહ્યા હતા. તેઓ પણ આજે કેન્દ્રની વ્યવસ્થાને સ્વીકારી રહ્યા છે. ઘણા રાજ્યો પુનર્વિચારની માંગ સાથે ફરી આગળ આવ્યા. રાજ્યોની માંગ પર કેન્દ્ર સરકાર દ્વારા વિચાર કરીને દેશવાસીઓને તકલીફ ન થાય તેમજ સારી રીતે તેમનું વેક્સીનેશન થાય તે માટે ૧૬ જાન્યુઆરીથી એપ્રિલના અંત વાળી વ્યવસ્થાને ફરીથી લાગુ કરવામાં આવી.
વધુમાં વિજયભાઈ કોરાટએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની જાહેરાત પહેલા રસી અને રસીની કિમંત બાબતે ખર્ચની જવાબદારી કોણ ઉપાડશે તે બાબતે અમુક રાજ્યોની સરકારોએ વિવાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી આ સમસ્યાનો મોદી સાહેબએ અંત લાવીને હવે રસીનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડશે તથા જે લોકો પોતાના ખર્ચે રસી લેવા માંગતા હશે તે સંજોગોમાં ટોટલ પ્રોડક્શનના ૨૫ ટકા જથ્થો અલગ અલગ હોસ્પિટલને ફાળવાશે અને તેમાં પણ હોસ્પિટલો ફક્ત સર્વિસ ચાર્જના ૧૫૦ રુપિયાજ લઈ શકશે. રાજ્યોની પાસે વેક્સીનેશન સાથે જોડાયેલું ૨૫ ટકા કામ હતું તેની જવાબદારી પણ કેન્દ્ર સરકાર ઉઠાવશે. આ વ્યવસ્થા બે સપ્તાહમાં લાગુ કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર સાથે મળીને વ્યવસ્થા ગોઠવશે તથા રસીના ઉત્પાદનના ૭૫ ટકા હિસ્સો કેન્દ્ર સરકાર ઉઠાવશે અને રાજ્ય સરકારને મફતમાં વેક્સીન અપાશે.
- Advertisement -
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ૮૦ કરોડ નાગરીકોને નિ:શુલ્ક અનાજ પૂરું પાડવામાં આવ્યું હતું. જે હવેથી દિવાળી સુધી એટલે કે નવેમ્બર માસ સુધી ફરી નિ:શુલ્ક આપવાનું ચાલુ રાખવામાં આવશે. વડાપ્રધાનના સંવેદનશીલ અને ઐતિહાસિક નિર્ણયને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન સાથે આવકાર્યા હતા.


