ભારતમાં આજે ફરી 17 હજારથી વધારે કોરોના કેસ નોંધાયા, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 95 હજારએ પહોંચ્યા.
દેશમાં હવે ધીરે ધીરે કોરોનાનો કહેર વધી રહ્યો હોય તેમ દરરોજ ચિંતાજનક આંકડાઓ સામે આવી રહ્યા છે. ભારતમાં આજે ફરી 17 હજારથી વધારે કોરોના કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 17,073 કોરોના કેસ નોંધાયા તો 21 દર્દીઓનાં મોત થયાનું સામે આવ્યું છે. આ સાથે હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 94,920 પર પહોંચી છે.
- Advertisement -
ગુજરાતમાં ગઇકાલે સાંજ સુધીમાં નવા કોરોનાના વધુ 420 કેસ નોંધાતા તંત્રના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. 256 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા હતા. આ સાથે કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 2463 પહોચી ગઈ છે. તો કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 2 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. જો મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 156 કેસ, સુરત કોર્પોરેશનમાં 79, વડોદરા કોર્પોરેશનમાં 59, ભાવનગર કોર્પોરેશનમાં 05, જામનગર કોર્પોરેશનમાં 03, ગાંધીનગર કોર્પોરેશનમાં 14 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 09 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા.
India reports 17,073 fresh COVID19 cases & 21 deaths today; Active caseload at 94,420 pic.twitter.com/NBcPK0kcl7
— ANI (@ANI) June 27, 2022
- Advertisement -
ગુજરાતમાં 13 દિવસમાં 3331 કેસ નોંધાયા
ચિંતાની વાત એ છે કે, 12 જુનથી 25 જુન સુધીમાં 3596 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે જ્યારે જ્યારે છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 330 કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10946 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 9,488 નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.11કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.91 ટકા પહોચ્યો છે.