કોરોનાથી મરનારા સરકારી આંકડાથી આઠ ગણા વધુ મોત હોવાનો ફ્રાંસના એકસપર્ટનો સનસનીખેજ દાવો
ભારતમાં સત્તાવાર મૃત્યુઆંક 5,10,413
ભારત સહિત વિશ્વભરમાં કોરોના મહામારીએ કાળોકેર મચાવ્યો છે. અમેરિકા – બ્રાઝીલ – ભારત સહિતના દેશોમાં મૃત્યુઆંક પણ ઉંચો રહ્યો છે. સત્તાવાર રીતે ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 5,10,413 લોકોના મોત થયાનું જાહેર થયું છે પરંતુ એક અભ્યાસ અનુસાર ભારતમાં કોવિડ-19 મૃત્યુદર સત્તાવાર મૃત્યુઆંક કરતા છથી આઠ ગણો વધુ છે. ફ્રાંસના રિસર્ચ ઇન્સ્ટીટયૂટ ફોર ડેવલપમેન્ટમાં ડેમોગ્રાફીના નિષ્ણાંત ક્રિસ્ટોફ ગિલમોટોએ દેશવ્યાપી મોતના અનુમાન માટે 4 અલગ અલગ રીતે કેરળની વસ્તી, ભારતીય રેલવેના કર્મચારીઓ, ધારાસભ્યો અને સાંસદો તથા કર્ણાટકની સ્કુલોના ટીચર્સને લઇને અભ્યાસ કર્યો હતો. જે અનુસાર જુલાઇ 2021 સુધીમાં જ ભારતમાં 32 લાખ લોકોના મોત થયા હતા.