સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે મંગળવારે ફરી કોરોનાએ ફુંફાડો માર્યો છે. તેમાં જામનગર જિલ્લામાં એક સાથે 22, અમરેલી જિલ્લામાં 10, કચ્છમાં 8 કેસ સહિત 58 નવા દર્દી નોંધાતા ફફડાટ મચ્યો છે.જામનગર શહેરમાં જાણે વિસ્ફોટ થયો હોય તેમ 17 દર્દી ઉમેરાયા છે. તેમાં 4 મહિલાઓ અને 13 પુરૂષો સમાવિષ્ટ છે. આરોગ્ય વિભાગ દ્વારા તેમનાં ઘરોની આસપાસના વિસ્તારોમાં આરોગ્ય વિષયક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર ગ્રામ્યમાં પણ આજે પાંચ કેસ વધ્યા છે, જેમાં સિક્કા ડીસીસી કોલોનીમાં બે તથા મોટી ખાવડી વિસ્તારમાં ત્રણ કેસનો સમાવેશ થાય છે. જામનગર શહેરના તમામ 17 અને ગ્રામ્યના પાંચે’ય દર્દીઓ હોમ આઈસોલેટ છે. રાજકોટ શહેરમાં પણ પાંચ કેસ ઉમેરાયા છે, તો રૂરલમાં 3નો ઉમેરો થયો છે. પોરબંદરમાં બે દિવસ પહેલાં 4 કેસ ઉમેરાયા બાદ બિરલા સાગર સ્કૂલની 15 વર્ષીય વિદ્યાર્થિની તેમજ શીતલાચોક નજીક રહેતા 50 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ શાળામાં અગાઉ એક વિદ્યાર્થી તથા વિદેશથી પરત આવેલાં શિક્ષિકા કોરોના સંક્રમિત જણાયા હતા. આ સિવાય, ગીર સોમનાથમાં 2, સુરેન્દ્રનગરમાં 1 અને ભાવનગર શહેરમાં નવા 3 કેસ ઉમેરાયા છે.
જામનગર, અમરેલી, દ્વારકા, કચ્છમાં કોરોનાનો ફૂંફાડો
Follow US
Find US on Social Medias