ખાસ ખબર સંવાદદાતા
દેશમાં કોરોનાનું સંકટ ચિંતાજનક બન્યું છે. છેલ્લાં કેટલાંક મહિનામાં કોરોનાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેની વચ્ચે સુપ્રીમ કોર્ટે ખુબ જ મહત્વનો નિર્ણય જણાવ્યો છે. સુપ્રીમે કોર્ટે કહ્યું કે કોરોનાની રસી માટે કોઈને પણ મજબૂર કરી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં કોરોના રસીકરણની જરૂરિયાતને ગેરબંધારણીય જાહેર કરનારી અરજીની સુનવણી ઉપર સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે.
- Advertisement -
સુપ્રીમ કોર્ટે કહ્યું કે નીતિ નિર્માણ પર કંઈ પણ કહેવું યોગ્ય નથી પરંતુ કોઈને પણ રસીકરણ માટે મજબૂર કરી શકાય નહીં. સરકાર જનહિતમાં લોકોને જાગૃત ચોક્કસપણે કરી શકે છે. કોર્ટે દ્વારા એમપણ કહેવામાં આવ્યું છે કે સરકાર નીતિ બનાવી શકે છે અને જનતાની ભલાઈ માટે કેટલીક શરતો પણ લાગુ કરી શકે છે.
આ ઉપરાંત કેટલીક રાજ્ય સરકારોએ મહામારી દરમિયાન રસીકરણથી જરૂરિયાત અંગે જે પ્રતિબંધો લાગુ કર્યા હતા તેને હટાવવા જોઈએ. કોર્ટે પોતાના નિર્ણયમાં એમપણ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારને જનતા અને ડોક્ટરો સાથે વાત કરીને એક રિપોર્ટ પ્રકાશિત કરવા કહ્યું છે જેમાં રસીની અસર અને આડઅસરનું શોધ સર્વેક્ષણ હોય.
રસી નીતિ પર રાજ્ય સરકારોને સૂચન આપતાં કહ્યું છે કે રસીની જરૂરીયાતના માધ્યમથી વ્યક્તિઓ પર લગાવેલા પ્રતિબંધોને યોગ્ય ઠેરવી શકાય નહીં. હવે જ્યારે સંક્રમણનો ફેલાવો અને તેની તીવ્રતાની સાથે સંક્રમિત લોકોની સંખ્યા ઓછી છે તો જાહેર સ્થળોએ અવર જવર પર કોઈ પ્રતિબંધ હોવો જોઈએ નહીં.



