દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ જ ક્રમમાં મહારાષ્ટ્રમાં પણ કેસો વધતાં જાય છે અને હવે ફરી એક વાર પાછો ફરજિયાત માસ્કનો નિયમ અમલમાં આવ્યો છે.
- Advertisement -
લોકોએ ટ્રેન, બસ, સિનેમાઘરો, ઓડિટોરિયમ, ઓફિસો, હોસ્પિટલો, કોલેજો અને શાળાઓ જેવી બંધ જાહેર જગ્યાઓ પર માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ.
1000થી વધુ કેસ
સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાનો કહેર વધતો થઈ રહ્યો છે. જુન મહિનાના ત્રણેય દિવસમાં કોરોનાના 1000થી વધુ કેસ નોંધાતા મહાવિકાસ અઘાડી સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે ચર્ચા કરવા ટાસ્ક ફોર્સની બેઠક બોલાવી હતી. આ બેઠકના સલાહ-સૂચનોના આધારે તાત્કાલિક ધોરણે માસ્ક ફરજિયાત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
- Advertisement -
આ અંગે કલેક્ટર્સ, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને મુખ્ય કાર્યકારી અધિકારીઓને લખેલા પત્રમાં અધિક મુખ્ય સચિવ (આરોગ્ય વિભાગ) પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું કે તમામ જિલ્લાઓએ કુલ કોરોના ટેસ્ટિંગમાં RT-PCR પરીક્ષણ 60%થી વધુ હોવું જોઈએ જેથી ઝડપી કોરોના વાયરસનું સંક્રમણ પકડી શકાય અને તેને ફેલાતો અટકાવી શકાય.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં જ શુક્રવારે કોરોનાના 763 નવા કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 1,068,008 થઈ ગઈ છે. શહેરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 16,567 લોકોના મોત થયા છે.
સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને BMC કમિશનર ઇકબાલ ચહલે સ્પષ્ટ સૂચનાઓ આપતા અધિકારીઓને કહ્યું કે,” દૈનિક કોરોના ટેસ્ટિંગની સંખ્યા વર્તમાન 8000 કોવિડ ટેસ્ટથી વધારીને 30,000થી વધુ કરવી જોઈએ.” હાલમાં શહેરમાં કોરોના સંક્રમણનો દર 8% પર પહોંચી ગયો છે.