ગુજરાત સહીત દેશમાં હવે કોરોનાએ રફતાર પકડી છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 5,337 નવા કેસ નોંધાયા છે. તો સાથે 7 કોરોના દર્દીઓના મોત પણ થયાં છે. આ તરફ ચિંતાનો વિષય એ છે કે, ગઈકાલે 3714 કેસો નોંધાયા હતા તેની સરખામણીએ છેલ્લા 24 કલાકમાં 5,233 નવા કેસ સામે આવતા 41% જેટલો નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 28,857 થઈ ગઈ છે.
#COVID19 | India reports 5,233 fresh cases, 3,345 recoveries, and 7 deaths in the last 24 hours.
- Advertisement -
Total active cases are 28,857 pic.twitter.com/2tFODtK1se
— ANI (@ANI) June 8, 2022
- Advertisement -
દિલ્હીમાં કોરોના કેસોમાં વધારો
રાજધાની દિલ્હીમાં કોરોના યરસ ચેપના કેસોમાં ઘટાડો થયા પછી, દિલ્હીમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 450 નવા કેસ સામે આવતાં એક કોરોના સંક્રમિતનું મોત થયું છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, મંગળવારે દિલ્હીમાં સકારાત્મકતા દર 1.92 ટકા વધીને 4.94 ટકા થઈ ગયો છે.
આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, સોમવારે 3.47 ટકાના સકારાત્મક દર સાથે 247 નવા કોરોના સંક્રમિત નોંધાયા હતા, જ્યારે રવિવારે 343 સંક્રમિતોની સકારાત્મકતા દર 1.91 ટકા નોંધાઈ હતી. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, મંગળવારે દિલ્હીમાં સકારાત્મકતા દર 1.92 ટકા વધીને 4.94 ટકા થઈ ગયો છે.