અમદાવાદમાં 24 કલાકમાં 71 કેસ અને 1 મોત, અત્યાર સુધીમાં 3 મહિલાના મોત
ગુજરાત 461 કેસ એક્ટિવ : રાજકોટમાં કોરોનાનાં વધુ 9 દર્દીઓ નોંધાયા, કુલ 61 થયાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.04
ગુજરાતમાં બુઘવારના આંકડા પ્રમાણે કોવિડ કેસો દેશભરમાં સૌથી ઝડપી વધી રહ્યા છે. કેન્દ્ર સરકારના કોવિડ ડેશ બોર્ડ પ્રમાણે આજે (4 જૂન) ગઈકાલની સરખામણીમાં 64 નવા કેસો આવ્યા છે, જેથી દિલ્હી સાથે ગુજરાતમાં પણ સૌથી ઝડપી કોરોનાના કેસો વધી રહ્યા છે.
આ સાથે ગુજરાત 461 કેસો સાથે દેશમાં સૌથી વધુ રિપોર્ટ થયેલા કોવિડ કેસોમાં ત્રીજો નંબર છે. કેરળ 1373 કેસો સાથે નંબર 1 છે પણ ગઇકાલના પ્રમાણમાં ત્યાં 43 કેસ ઓછા થયા છે. મહારાષ્ટ્રમાં આજે 510 એક્ટિવ કેસો છે જેમાં 16 નવા છે અને દિલ્હીમાં 457માંથી 64 નવા છે.
અમદાવાદમાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કોરોનાથી વધુ એક યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં રહેતી 20 વર્ષીય યુવતીને કોરોના થયો હતો જે બાદ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જેથી અમદાવાદમાં કોરોનાના કારણે મૃત્યુ આંક વધીને ત્રણ થઈ ગયો છે અને ત્રણેય મૃતક મહિલા છે. અમદાવાદમાં આજે કોરોનાના કુલ 71 કેસ નોંધાયા છે અને 30 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
રાજકોટમાં કોરોનાનાં વધુ 9 દર્દીઓ નોંધાયા છે. આજે 6 દર્દીઓ હોમ આઇસોલેટ રહ્યા બાદ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે. કુલ દર્દીઓની સંખ્યા 61 પર પહોંચી છે. અત્યાર સુધીમાં 18 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલમાં 43 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.
મોરબી જિલ્લામાં એક જ દિવસમાં કોરોના વાયરસના ત્રણ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. 24 વર્ષીય અને 34 વર્ષીય બે યુવાનો કોરોના પોઝિટિવ થતા હાલમાં હોમ આઈસોલેશનમાં છે. જ્યારે ટંકારાના ગ્રામ્ય વિસ્તારની 44 વર્ષીય મહિલા પણ કોરોના પોઝિટિવ છે. તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ગુજરાતમાં ધીમે-ધીમે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગતરોજ (3 જૂન) રાજ્યમાં નવા 108 કેસ નોંધાયા હતાં. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 461 પર પહોંચી છે. જેમાં 20 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 441 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 43 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આરોગ્ય વિભાગની માહિતી અનુસાર કોરોનાના કારણે એકનું મોત નીપજ્યું છે, પરંતુ અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાના કારણે 3 મહિલાના મોત થયા છે.
- Advertisement -
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં રહેતી 20 વર્ષીય યુવતીને કોરોના થયો હતો જે બાદ તેનું સારવાર દરમિયાન આજે(4 જૂન) મૃત્યુ થયું હતું. જેથી અમદાવાદમાં કોરોનાના કારણે મૃત્યુ આંક વધીને ત્રણ થઈ ગયો છે.
દાણીલીમડાની 47 વર્ષીય મહિલાનું મૃત્યુ 28મી મેના રોજ થયું હોવા છતાં પણ 2 જૂન સુધી સત્તાવાર રીતે મૃત્યુ થયું હોવાની માહિતી આપવામાં આવી નહોતી.
કોરોનાના કુલ એક્ટિવ કેસોની સંખ્યા 281 થઈ છે. ખાસ કરીને સૌથી વધુ પશ્ચિમ વિસ્તારના થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર, ઘાટલોડીયા, ગોતા, ચાંદલોડિયા, બોપલ- ઘુમા, વાસણા, ચાંદખેડા, સાબરમતી, મોટેરા, નવા વાડજ, વાડજ, સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસો નોંધાયા છે.
રાજકોટમાં અત્યાર સુધી નોંધાયેલા કેસો ઓમિક્રોન કઋ.7.9 અને ડઋૠ છયભજ્ઞળબશક્ષફક્ષિં પેટા-પ્રકારોના હોવાનો ખુલાસો આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આજના નવા કેસો સાથે શહેરના કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 61 પર પહોંચી છે. જોકે, રાહતની વાત એ છે કે આજે 6 દર્દી હોમ આઈસોલેશન પૂર્ણ કર્યા બાદ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે. અત્યાર સુધીમાં કુલ 18 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. હાલમાં 43 દર્દી હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે.
આજે નોંધાયેલા 9 કેસોમાં 8 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. જેમાં રેસકોર્સ નજીક 26 વર્ષીય પુરુષ, રૈયારોડ નજીક 28 વર્ષીય મહિલા, વડલી ચોકમાં 28 વર્ષીય પુરુષ, રામકૃષ્ણ નગરમાં 79 વર્ષીય પુરુષ, મોટા મૌવા નજીક 52 વર્ષીય પુરુષ, રૈયારોડ પાસે 28 વર્ષીય પુરુષ, શ્રોફ રોડ નજીક 19 વર્ષીય પુરુષ, ઢેબર રોડ પર 40 વર્ષીય પુરુષ અને અમીન માર્ગ પર 27 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.
લક્ષણો દેખાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ માત્ર રાજકોટ જ નહીં ગુજરાતમાં હાલમાં જોવા મળી રહેલા કોરોનાના કેસો ઓમિક્રોનના પેટા-પ્રકારો કઋ.7.9 અને XFG Recombinant છે. આ વેરિઅન્ટ્સમાં દર્દીઓમાં સામાન્ય રીતે હળવો તાવ, શરદી અને ખાંસી જેવા લક્ષણો જોવા મળે છે. જોકે, ગંભીર લક્ષણોનું પ્રમાણ ઓછું છે, પરંતુ સાવચેતી રાખવી અનિવાર્ય છે. ત્યારે જો કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરવો જોઈએ.