કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233 લોકોના મૃત્યુ થયા છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. હવે સેના પણ આ ઓપરેશનમાં જોડાઈ ગઈ છે. એરફોર્સનું હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું છે.
હાવડાથી ચેન્નઈ તરફ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન શુક્રવારે સાંજે એક મોટા અકસ્માતનો શિકાર બની હતી. મળતી માહિતી મુજબ આ ટ્રેન ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિલોમીટર દૂર એક માલગાડી સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેન દુર્ઘટનાને 12 કલાક વીતી ગયા હોવા છતાં હજુ પણ કેટલાક મૃતદેહો ટ્રેનના કોચમાં છે. હજુ પણ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. CRS/SE સર્કલ એએમ ચૌધરી અકસ્માતની તપાસ કરશે.
- Advertisement -
#WATCH | Morning visuals from the site in Odisha's Balasore district where two passenger trains and one goods train met with an accident yesterday
Rescue operations underway pic.twitter.com/gBn45RzncG
— ANI (@ANI) June 3, 2023
- Advertisement -
નેપાળના PM પ્રચંડે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
ભારતના પ્રવાસે આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે પણ ઓડિશામાં થયેલા ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ અકસ્માતમાં 233 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક અને સંવેદના વ્યક્ત કરી છે. પીએમએ ટ્વીટ કર્યું, ઓડિશામાં ટ્રેન દુર્ઘટના વિશે જાણીને હું દુ:ખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. દુર્ઘટના સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.
Nepal Prime Minister Pushpa Kamal Dahal condoles Odisha train tragedy pic.twitter.com/1Vy9Zm6eHp
— ANI (@ANI) June 3, 2023
હજુ પણ લોકો ફસાયા હોવાની આશંકા
મળતી માહિતી મુજબ, ટ્રેનની બોગીમાં હજુ વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. હવે સેના પણ આ ઓપરેશનમાં જોડાઈ ગઈ છે. એરફોર્સનું હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું છે.
ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233 લોકોના મોત
ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233 લોકોના મોત થયા છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ આ માહિતી આપી છે. જણાવી દઈએ કે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ ઘટનામાં 900થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
Prime Minister Narendra Modi expresses grief over a train accident in Odisha's Balasore district, speaks with Union Railways minister Ashwini Vaishnaw and takes stock of the situation. pic.twitter.com/QhY1ZOmhq0
— ANI (@ANI) June 2, 2023
સીએમ નવીન પટનાયક થોડીવારમાં પહોંચશે
ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ મુખ્યમંત્રી નવીન પટનાયક આજે સવારે બાલાસોર જશે, જ્યાં તેઓ ઘટનાસ્થળની મુલાકાત લેશે. કોરોમંડલ એક્સપ્રેસ શુક્રવારે સાંજે લગભગ સાત વાગ્યે અકસ્માતનો ભોગ બની હતી. હવે આ અકસ્માતમાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. આજે ઓડિશામાં કોઈપણ પ્રકારની ઉજવણી કરવામાં આવશે નહીં.
રેલ દુર્ઘટના બાદ 48 ટ્રેન રદ કરાઈ
– 38 ટ્રોનોના રૂટ ડાયવર્ટ કરાયા
– હવડા-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ કરાઈ
– હાવડા-બેંગલુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ કરાઈ
– હાવડા – ચેન્નઈ મેલ રદ કરાઈ
– હાવડા – સંબલપુર એક્સપ્રેસ રદ કરાઈ
– સંતરામગાછી-પુરી એક્સપ્રેસ રદ કરાઈ
Death toll rises to 233 in the horrific train accident in Odisha's Balasore: Odisha Chief Secretary Pradeep Jena pic.twitter.com/wvTKFA9c2R
— ANI (@ANI) June 3, 2023
રેલવેએ ક્યાં હેલ્પલાઈન નંબર જાહેર કર્યા
હાવડા- 033 – 26382217
ખડગપુર- 8972073925, 9332392339
બાલાસોર- 8249591559, 7978418322
શાલીમાર (કોલકાતા) – 9903370746
રેલમદદ- 044-2535 4771
અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે વળતરની જાહેરાત
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પીડિતોને વળતરની રકમની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2 લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
Odisha train accident | Union Railways Minister Ashwini Vaishnaw announces ex-gratia compensation of Rs 10 lakhs in case of death of accident victims and Rs 2 lakhs for those with grievous injuries and Rs 50,000 for those with minor injuries. pic.twitter.com/Pr7ddxoVi4
— ANI (@ANI) June 2, 2023