સદાકાળ ગુજરાત: બાજે ડમરુ દિગંત ગાજે કદમો અનંત, આઘે દેખો રે અંધ, ચડી ઘોર આંધી; દેશ-દેશથી લોક, નરનારી થોક થોક, ઉન્નત રાખી ડોક, આવે દળ બાંધી!
વિશ્ર્વ સોશિયલ મીડિયા દિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદને સૌથી લાંબા સમયનો પરિસંવાદ યોજવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
તારીખ 30 જૂન 2024 રવિવારના રોજ સવારે 9-00 કલાકથી સાંજે 6-00 કલાક સુધી વિશ્ર્વ સોશિયલ મીડિયા દિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સાહિત્ય અને સમૂહ માધ્યમો વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સાહિત્ય અને સમૂહ માધ્યમો પરસ્પર કેવી રીતે સંકળાયેલા છે અને તેમની સમાજ પર કેવી અસર થાય છે તે બાબતના વિચારો લોકો સુધી પહોંચાડવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત ઉદ્દઘાટન બેઠકથી કરવામાં આવી જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી સમીર ભટ્ટ દ્વારા કાર્યક્રમમાં આવનારને આવકાર આપવામાં આવ્યો અને કાર્યક્રમની ભૂમિકા વિષે વાત કરવામાં આવી. તેમણે કહ્યું કે પરિષદમાં હંમેશા નવા વિચારોને આવકાર મળ્યો છે અને ડિજિટલ માધ્યમો દ્વારા પણ પરિષદ લોકો સુધી પહોંચી રહી છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદીએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું, સાથે જ એક સુંદર કવિતા પણ પ્રસ્તુત કરી. તેમણે જણાવ્યું કે, સાહિત્ય અને સમૂહ માધ્યમો એકબીજા સાથે સંકળાઈને ગુજરાતી ભાષા માટે ઉત્તમ કાર્ય કરી શકે છે અને તે માટે હંમેશા પરિષદના દ્વાર ખુલ્લાં રહેશે. પરિસંવાદના સંયોજક હેમાંગ રાવલ દ્વારા કાર્યક્રમના વિચારબીજ વિશે વાત કરવામાં આવી. તેમણે કહ્યું કે, આજના સમયમાં લોકો સુધી વાત પહોંચાડવા માટે સોશિયલ મીડિયા સૌથી અગત્યનું માધ્યમ બન્યું છે પણ તેનો સાવચેતીપૂર્વકનો ઉપયોગ ખૂબ જરૂરી છે.
- Advertisement -
ત્યારબાદ પ્રથમ બેઠકમાં સાહિત્ય અને વિજાણુ માધ્યમો વિશે વાત કરવામાં આવી જેમાં જીટીપીએલ ચેનલ હેડ દેવાંગ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વીરરસ સંબંધિત કવિસંમેલન યોજાવું જોઈએ, જેમાં તેઓ પૂરેપૂરો સહકાર આપશે. જે વાત પરિષદે વધાવી હતી.
દૂરદર્શનનાં ડેપ્યુટી ડાયરેક્ટર ઉત્સવ પરમારે જણાવ્યું કે લોકો સુધી સાહિત્યને પહોંચાડવા માટે સમૂહ માધ્યમો ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. દૂરદર્શન પણ આવા અનેક કાર્યક્રમો આપે છે. આકાશવાણી- આસિસ્ટન્ટ ડાયરેકટર મૌલિન મુનશી દ્વારા વિષયને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું. જેમાં તેમણે જણાવ્યું કે, રેડિયો સાહિત્ય પણ એક પ્રકારનું સાહિત્ય છે, રેડિયો કાન દ્વારા વાંચતા-જોતાં શીખવે છે.
ઓલ ઇન્ડિયા રેડિયો- આસિસ્ટન્ટ ડાયરેકટર ત્રિલોક સંઘાણી દ્વારા પૂરક વક્તવ્ય આપવામાં આવ્યું. તેઓએ જણાવ્યું કે, રેડિયો એક એવું માધ્યમ છે જે દરેક વર્ગના લોકો સુધી પહોંચે છે અને લોકોને માહિતગાર કરે છે. વિજાણુ માધ્યમો હંમેશા લોકોને સરળતાથી આકર્ષિત કરે છે.
વરિષ્ઠ રાજકીય વિશ્ર્લેષક અને હેડલાઈન ન્યૂઝના તંત્રી જગદીશ મહેતાએ વિષયને અનુરૂપ વાત કરી. જેમાં તેમણે લોકગીત ગાઈ જણાવ્યું હતું કે, આપણું સાહિત્ય ચોપડીમાંથી નહિ, ‘ખોપડી’ માંથી આવે છે, ભાવથી આવે છે.
કાર્યક્રમમાં લગભગ 300 જેટલી સંખ્યામાં સાહિત્ય રસિકો, પ્રબુદ્ધ નાગરિકો, શ્રોતાઓ, વિદ્યાર્થીઓ હાજર રહ્યાં. કાર્યક્રમમાં ભાગ લેનાર દરેકને સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યાં. વિશ્ર્વ સોશિયલ મીડિયા દિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદને સૌથી લાંબા સમયનો પરિસંવાદ યોજવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના ચેરમેન પાવન સોલંકી દ્વારા પરિષદ વતી પ્રમુખ હર્ષદ ત્રિવેદીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.