અમરગિરીએ નીચલી કોર્ટથી હાઇકોર્ટ સુધી લડત કરી પણ ન્યાય નથી મળતો
હરીગિરી બાપુએ કલેક્ટરને મળી અખાડાના લેટર મુદ્દે તપાસની માંગ કરી
- Advertisement -
ભવનાથ મંદિરે હરીગિરીબાપુ અને સંતોની બંધ બારણે બેઠક યોજાઇ
ગિરનાર અંબાજી મંદિર અને ભવનાથ મંદિર ગાદીપતિના વિવાદમાં રોજ નવા ફણગાં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ ગિરનાર અંબાજી શક્તિ પીઠ મંદિરના શ્રીમહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતા તેની જગ્યા પર પ્રેમગીરીબાપુની ચાદર વિધિ કરવામાં આવતા ત્યારથી ગાદીપતિ માટે વિવાદ શરુ થયો છે.જ્યારથી અંબાજી મંદિરના મહંતનું નામ જાહેર થયો ત્યારથી તનસુખગીરી બાપુના સેવકો અને અનુયાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને મહેશગીરી બાપુએ પણ અંબાજી મંદિરની ચાદર વિધિના નિર્ણય ખોટો થયો હોય તે બાબતે જોરદાર વિરોધ વ્યક્ત કરીને અનેક આરોપો લગાવી હરીગીરી બાપુ એ પ્રેમીગીરી બાપુ સામે આક્ષેપો કર્યા હતા અને ત્યાર બાદ ભવનાથ મંદિરના મહંત પદનો પણ વિવાદ શરુ થયો છે. ગત રોજ દિવસ ભર અંબાજી મંદિર અને ભવનાથ મંદિરના મહંત પદ માટે વિવાદ જોવા મળ્યો હતો જેમાં મુચકુંદ ગુફા જગ્યા ખાતે મહેન્દ્રગીરી બાપુએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં હરીગીરી બાપુ લગાવામાં આવેલ આરોપને ખોટા હોવાની વાત કરી હતી જયારે ગાદીપતિના વિવાદ મામલે હરીગીરી બાપુએ પણ કલેકટર કચેરી ખાતે એક કલેકટર સાથે મુલાકાત કરી હતી જેમાં મહેશગીરી બાપુએ જે અખાડાના લેટરનો દૂર ઉપયોગ થયો તે બાબતે તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી અને ભવનાથ મંદિર ખાતે સાધુ – સંતોની એક બંધ બારણે બેઠક પણ મળી હતી ત્યાર બાદ હરીગીરી બાપુએ પણ તેમના પર લગાવેલ આરોપો નકાર્યા હતા અને આખરી નિર્ણય સરકાર અને કલેકટર કરી શકે તેવી પણ વાત કરી હતી.હાલતો અંબાજી મંદિર અને ભવનાથ મંદિરના વિવાદ મામલે રોજ બરોજ નવા ફણગા ફૂટી રહ્યા છે.હવે જોવાનું રહ્યું કે, સરકાર અને કલેકટર દ્વારા આગામી દિવસોમાં શું નિર્ણય લેવામાં આવે છે.
- Advertisement -
જૂનાગઢમાં મહંત માટે ચાલતા વિવાદ બાબતે ભવનાથ મંદિરના બ્રહ્મલીન મહંતના શિષ્યએ એક વિડીયોમાં એવુ વર્ણન કર્યુ છે કે, અગાઉ ગુરૂશિષ્ય પરંપરા મુજબ મહંતની નિમણુંક થતી હતી પરંતુ મહંતની નિમણુંક થતી હતી પરંતુ કલેકટર દ્વારા બહારના સાધુની નિમણુંક કરવામાં આવી હતી. પરંપરા મુજબ આ પ્રક્રિયા ન થતા ત્યારથી આવા વિવાદો શરૂ થયા છે. આ મામલે નીચલી કોર્ટ તેમજ હાઇકોર્ટ સુધી લડત ચલાવી છે પણ હજુ ન્યાય તોળાયો નથી. અંબાજી મંદિરના મહંત તનસુખગીરીબાપુ બ્રહ્મલીન થયા બાદ તેના શિષ્યનો મહંત તરીકે નિમણુંક થવાના બદલે યુ.પી.ના સાધુની તાત્કાલીક અંબાજી મંધ્રિના મહંત તરીકે ચારદવિધી કરી નાખી હતી. આ બાબતે વિવાદ ચાલી રહ્યો છે. અંબાજી બાદ હવે ભવનાથ મંદિરના મહંત બાબતે પણ વિવાદ ચાલતો હતો તે સામે આવ્યો છે. ભવનાથ મંદિરના બ્રહ્મલીન મહંત રઘુનાથગીરીના શિષ્ય અમરગીરી ગુરૂ મહંત રઘુનાથગીરીએ વિડીયો બનાવી જાહેર કર્યો હતો તેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, ભવનાથ મંદિરના મહંત તરીકે આદિનાદિ કાળથી ગુરૂ શિષ્ય પરંપરા મુજબ નિમણુંક થતી હતી. પરંતુ કલેકટર આલોકકુમાર પાંડે તેમજ અન્ય કલેકટર દ્વારા ગુરૂ શિષ્ય પરંપરાના બદલે યુપીના વતની સાધુનો ખોટો ઓર્ડર કર્યો હતો. પીટીઆરની નકલમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે કલેકટર મંજૂરી આપે એવા ચેલાની નિમણુંક થાય છે તેમજ કોઇ ચેલા ન હોય તેવા સંજોગોમાં દશનામ સંન્યાસી તેમજ તેના પરિવારમાંથી આવતા અને કલેકટર મંજૂરી આપે તેની મહંત તરીકે નિમણુંક થાય છે પરંતુ તે મુજબ થતુ નથી. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે જો આમ જ ચાલ્યુ તો ગિરનાર યુપીના મહાત્મા સાથે જતો રહેશે. મારા ગુરૂભાઇ રમેશગીરીનું અકાળે મૃત્યુ થયુ હતુ. ગુજરાતના સાધુ સંતોએ એક થવુ પડશે મે ભવનાથના મહંત રઘુનાથગીરીના શિષ્યના નાતે મહંત પદ માટે મે નીચલી કોર્ટથી લઇ હાઇકોર્ટ સુધી લડત કરી છે પણ હજુ ન્યાય મળ્યો નથી.



