ગઇકાલના રોજ કેન્દ્રિય માહિતી આયોગના પ્રમુખ રૂપે માહિતી કમિશનર હિરાલાલ સામરિયાએ શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 63 વર્ષના સામરિયાને રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહ દરમ્યાન માહિતી કમિશનર રૂપે શપથ લેવડાવ્યા. આ નિમણૂંક પર રાજનૈતિક વિવાદ શરૂ થઇ ગયો છે. વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી ઉચ્ચઅધિકાર પ્રપ્ત પસંદગી સમિતિમાં વિપક્ષના સભ્ય તેમજ કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ આરોપ લગાવ્યો છે કે પસંદગી વિશે તેમને કોઇ જ જાણકારી આપવામાં આવી નથી, અંધકારમાં રાખવામાં આવ્યા છે.
તેમણે પત્રમાં લખ્યું કે, તેઓ અત્યંત દુખી અને ભારે હ્દયે તમારૂ ધ્યાન દોરવા માંગુ છું કે, કેન્દ્રિય પસંદગી સમિતિ અને માહિતી કમિશનરની નિમણૂંકની કેસમાં બધા લોકતાંત્રિક માપદંડો, રીતિ-રિવાજો અને પ્રક્રિયાઓને બાજુ પર રાખવામાં આવ્યા છે. આ નિમણૂંક બાબતે સરકારે તેમની કોઇ સલાહ લીધી નથી તેમજ જાણકારી આપી નથી.
- Advertisement -
તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો
ચૌધરીના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, તેમને એક બેઠક વિશે જણાવવામાં આવ્યું હતું, પરંતુ પછી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમણે પોતાના બધા કામોને ફરીથી શેડયૂલ કરવા પડયા. કેવળ આ જાણવા માટે કે સીઆઇસીના નામની જાહેરાત કરવામાં આવી છે આ માટે તેમણે પોતાનો કોલકતાનો પ્રવાસ સ્થગિત કરી દીધો. પરંતુ તેમ છતાં પણ કોઇ જાણકારી આપવામાં આવી નહીં.
અધીર રંજન ચૌધરીને ડીઓપીટી પાસેથી એક પત્ર મળ્યો
જો કે, સાંસદે જણાવ્યું કે, ડીઓપીટી પાસેથી એક પત્ર મળ્યો, જેમાં તેમને જણાવવામાં આવ્યું કે, સમિતીની બેઠક 6 નવેમ્બરના સાંજે 3 વાગ્યે યોજાનાર છે. ત્યાર બાદ તેમણે કારમ્કિ, લોક શિકાયત અને પેન્શન મંત્રાલયમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહને પત્ર લખીને બેઠકને ફરી યોજવા માટે આગ્રહ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી બેઠકના કાર્યક્રમની વાત છે તો મારા કાર્યાલયે ડીઓપીટી સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતી. તેમણે પોતાના પશ્ચિમ બંગાળના પ્રવાસ વિશે અગાઉ જાણકારી આપી હતી. તેમણે ફરી યોજવા માચે વિનંતી કરી હતી. જો કે, મને કોઇ વગર સુચનાએ સામરિયાએ સીઆઇસીની નિમણૂંક કરી દીધી.
- Advertisement -
શું છે નિયમ?
માહિતી અધિકાર અધિનિયમ 2005 અનુસાર, સીઆઇસી અને માહિતી કમિશનરની નિમણૂંક રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનનની અધ્યક્ષતાવાળી એક કમિટીની ભલામણ પર કરવામાં આવી છે અને જેમાં લોકસભામાં વિપક્ષના નેતા અને વડાપ્રધાન દ્વારા નિયૂક્ત એક કેન્દ્રિય મંત્રીનો પણ સમાવેશ થાય છે.