જૂનાગઢ DDOના કડક વલણ બાબતે CMને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
- Advertisement -
જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર અને પદાધિકરીઓ ડીડીઓના કડક વલણને લઈને સામસામે આવી ગયા છે.અને સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહીતના પદાધિકરીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે ત્યારે સવાલ એ થાય છે કે, જૂનાગઢ જિલ્લા પંચાયત ના પદાધિકરીઓ સાચા કે, ડીડીઓ સાચા જોકે હાલ તો જિલ્લા પંચાયતના અધિકરીઓ અને પદાધિકરીઓ આમને સામાને આવી ગયા છે ત્યારે હવે સરકાર તરફે શું નિર્ણય લેવાય છે તે જોવાનું રહ્યું છે. જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા સહિતના 164 કામ મંજૂર કરવામાં આવ્યા છે પરંતુ જિલ્લા વિકાસ અધિકાીના કડક વલણના કારણે કોઇ એજન્સી કામ કરવા તૈયાર નથી. ગ્રામ્ય વિસ્તામાં વિકાસ કામ ઠપ્પ થઇ ગયા છે. આ અંગે જિલ્લા પંચાયતના સભ્યોની ફરિયાદ બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ સભ્યોએ ગાંધીનગર જઇ મુખ્યમંત્રીને ડીડીઓની ફરિયાદ કરી હતી. જૂનાગઢ જિલ્લામાં પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં નોનપ્લાન, સુવિધાપથ સહિતા 164 જેટલા કામ મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ જિલ્લા વિકાસ અધિકારીના કડક વલણના કારણે કોઇ એજન્સી કામ કરવા તૈયાર નથી.
કર્મચારીઓ અને તાલુકાના અધિકારીઓ ફફડે છે. આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઇ ઠુંમરે જણાવ્યુ હતે કે, પાંચેક માસથી ડીડીઓની કડકાઇના કારણે કામ ઠપ્પ છે. રસ્તાના કામ ઠપ્પ છે જે કામ થયા ગ્રાન્ટ મંજૂર થતી નથી. કામ થયા છે એના બીલની ચુકવણી થઇ શકતી નથી. સરપંચ તેમજ જિલ્લા પંચાયતના સભ્યોએ આ અંગે ફરિયાદ કરી હતી જેના અનુસંધાને જિલ્લા પંચાયતના સભ્યો સાથે ગાંધીનગર મુખ્યમંત્રીને મળી ડીડીઓ નિતિન સાંગવાન વિશે રજૂઆત કરી હતી. જેના પ્રત્યુતરમાં મુખ્યમંત્રીએ યોગ્ય કરવા ખાતરી આપી હતી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાનનો સંપર્ક કરતા તેણે જણાવ્યુ હતે કે, મારો મોટાભાગન કાર્યકાળ આચારસંહિતામાં ગયો છે. આ સમય દરમિયાન તો કોઇ કામ થયા ન હતા બાકી નિયમ મુજબ કામગીરી કરવામાં આવે છે. પ્રમુખ અને સભ્યોએ ફરિયાદ કરી હોય એતી મને જાણ નથી. આમ, જૂનાગઢ જિલ્લા પંચાયતના અધિકારી અને પદાધિકારી વિકાસ કામના નામે સામ સામે થઇ ગયા છે ત્યારે આગામી સમયમાં મુખ્યમંત્રી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે એ જોવુ રહ્યું.
જિલ્લાની કામગીરી નિયમ મુજબ કરવામાં આવે છે: DDO
- Advertisement -
જિલ્લા પંચાયત પ્રમુખ અને DDO સામસામે થતા મામલો CM પાસે પહોંચ્યો