કૉંગ્રેસી નેતાઓ દ્વારા તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓને ટી-શર્ટ ઉતરાવ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં તિરંગા યાત્રા યોજાઈ છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા યોજી છે. ચોટીલા ખાતે આ બંને યાત્રાએ મોટો વિવાદ ઊભો કર્યો હતો જેમાં ચોટીલા તાલુકાના સાંગાણી ગામે પ્રાથમિક શાળાના તિરંગા યાત્રા યોજી હતી જેમાં વિદ્યાર્થીઓને વીર સાવરકર તથા સુભાષચંદ્ર બોઝ ના છપાયેલી ટીશર્ટ પહેરાવી તીનરાંગા યાત્રામાં જોડ્યા હતા આ તરફ કોંગ્રેસની ન્યાય યાત્રાને જાણ થતાં જ મુદ્દો પકડી લીધો હતો અને ગાંધીજી તથા સરદારના ગુજરાતમાં જ તેઓનું અપમાન થઈ રહ્યું હોવાનું જણાવી શાળાના આચાર્યનો ઉધડો લીધો હતો અને અંતે વિદ્યાર્થીઓને પહેરાવવામાં આવેલા ટીશર્ટ ને અંતે અધુરી તિરંગા યાત્રા દરમિયાન જ ઉતારવા પડ્યા હતા. આ સમગ્ર ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા હતા જેને લઇ સાંગાણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશ મનસુખભાઇ ચૌહાણ દ્વારા તિરંગા યાત્રા દરમિયાન કોંગ્રેસની નાયાય યાત્રામાં હજાર કોંગી નેતાઓએ ગેરવર્તન કરી દેશના ક્રાંતિકારી અને સ્વતંત્રસેનાના લડવૈયાઓનું અપમાન કરવા બદલ કોંગ્રેસના પાચ નેતાઓ સહિત ન્યાય યાત્રામાં હાજર અનેક કાર્યકરો વિરૂદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.
- Advertisement -
જોકે આ બાબતને લઈને રાજ્યના ગૃહ મંત્રી દ્વારા પણ ટ્વીટ કરી કોંગી નેતાઓ વિરૂદ્ધ ફરિયાદ થયાની વિગત આપી હતી ત્યારે ચોટીલા ખાતે તિરંગા યાત્રામાં ટીશર્ટના લીધે મોટો વિવાદ સર્જાયો હતો.
આ વિવાદ વચ્ચે સાંગાણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશ ચૌહાણ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લાલજીભાઈ દેસાઇ, પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, રઘવભાઈ મેટાળીયા, ગોપાલ ટોળીયા, હરેશભાઈ ઝાપડિયા સહિત ન્યાય યાત્રામાં હાજર અન્ય કાર્યકરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર વિવાદ મામલે આચાર્ય દ્વારા કોંગ્રેસ કાર્યકરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરી કોંગ્રેસી નેતાઓ સામે દેશના ક્રાંતિકારીઓના અપમાન બદલ ફરિયાદ થઈ હોવાની વિગત જાહેર કરી હતી.