ગુજરાતમાં પહોંચ્યો હિજાબ વિવાદ
શાળા-કોલેજોમાં ધાર્મિક પહેરવેશ પર પ્રતિબંધની માગ
વિરોધ કરતા પોલીસ દ્વારા હિન્દુ સંગઠનોના યુવકોની અટકાયત
ખાસ-ખબર સંવાદદાતા
સુરતના વરાછામાં હિન્દુ વિસ્તારની પી.પી. સવાણી નામની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતાં સ્થાનિક રહેવાસી અને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો. હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર એકઠા થયા હતા. હિન્દુ સંગઠનો દ્વારા શાળામાં જઇને વિરોધ નોંધાવતાં સાતથી આઠ જેટલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારે શાળાએ પહોંચ્યા હતા. એ બાબતની પોલીસને જાણ થતાં જ તેમની સામે પગલાં લેવાયાં હતાં.
- Advertisement -
કર્ણાટકનો મુદ્દો વધુ ગરમાઈ રહ્યો છે ત્યારે એ પ્રકારની સ્થિતિ હવે શરૂ થઈ છે, જેના પડઘા ગુજરાતમાં પણ શરૂ થયા છે. સવાણી શાળાની અંદર પ્રખરતા શોધ કસોટી દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને શાળાએ પહોંચતાં જ તેમનો વિરોધ કરવામા આવ્યો હતો. આ પ્રકારે તેઓ અહીં પહેરીને શાળામાં ન આવી શકે એ પ્રકારના ઉગ્ર સૂત્રોચ્ચાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યા હતા. દેશભરની અંદર હવે વાતાવરણ તંગ થતું હોય એવું જોવા મળી રહ્યું છે.


