150 ચકરડીના સ્થાને માત્ર 15 જેટલી ચકરડી માટે પ્લોટ રાખવામાં આવ્યા
ગયા વર્ષે પ્લોટનો ભાવ
12 હજારની આસપાસ હતો જ્યારે આ વર્ષે 15 થી 25 હજાર ભાવ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં લોકમેળામાં ડ્રોની શરૂઆત થાય તે પહેલા વિવાદ સામે આવ્યો છે. ડ્રોની શરૂઆત સાથે નાની ચકરડીના સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રેસકોર્સ મેદાનમાં કાર્યરત 150 ચકરડી સંચાલકોએ નારાજગી વ્યક્ત કરી છે. નારાજગી દર્શાવતાં તેમણે પ્લોટનો ભાવ ઓછો કરવાની માંગ કરી છે. ભાવ વધારાને લઈ નાની ચકરડી સંચાલકોએ રોષ ઠાલવ્યો છે. ગયા વર્ષે પ્લોટનો ભાવ 12 હજારની આસપાસ હતો અને આ વર્ષે 15 હજારથી 25 હજાર ભાવ કરવામાં આવ્યો છે જેને લઈને સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. વધુમાં રેસકોર્સ મેદાનમાં કાર્યરત 150 જેટલી ચકરડી સંચાલકોએ માંગણી કરી છે કે, 150 ચકરડી ચાલે છે તેને બદલે માત્ર 15 જેટલી ચકરડી માટે પ્લોટ રાખવામાં આવ્યા છે, દર વર્ષે ચકરડીની જગ્યા ઘટાડી દેવામાં આવે છે. આ સ્થિતિમાં ચકરડીના ધંધાર્થીઓ માટે લોકમેળામાં જગ્યા મેળવવી મુશ્કેલ બની છે. આ વર્ષે ભાવ પણ વધારો કરી નાખ્યો, ગત વર્ષ 12 હજારની આસપાસ પ્લોટનો ભાવ હતો આ વર્ષે ભાવ વધારો કરી 15 હજાર અને 25 હજાર કરવામાં આવ્યો છે જે યોગ્ય નથી.
- Advertisement -
ગુજરાતમાં અનેક લોકમેળાઓ થાય છે. જેમાં લોકોને મનોરંજન માટેના વિવિધ સાધનો તથા વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. રોજકોટમાં પણ દરવર્ષની જેમ લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ લોકમેળામાં નાની ચકરડી, ચકડોળ, નાસ્તાના સ્ટોલ, ચાના સ્ટોલ, મનોરંજન તેમજ કરતબ કરનારા લોકોને જગ્યા ફાળવવા માટે ડ્રો કરવામાં આવતા હોય છે. આથી પ્લોટ ફાળવણીમાં પહેલાના ભાવમાં વધારો કરવામાં આવતાં ચકરડી સંચાલકોમાં નારાજગી જોવા મળી છે.