ચંદિગઢ યુનિ.ના બહુ ગાજેલા હોસ્ટેલ એમએમએસ કાંડને લઈને નવા નવા ખુલાસા થતા જાય છે હવે પોલીસે વધુ એક ખુલાસો કર્યો છે.
ચંદિગઢ યુનિ.ની હોસ્ટેલમાં જે છોકરીએ પોતાના મોબાઈલથી 60 છોકરીઓનો વાંધાજનક વીડિયો ઉતાર્યો હતો તેના મોબાઈલની ફોરેન્સિક તપાસ કરાઈ છે અને તેમાંથી જે મળ્યું છે તેને લઈને પોલીસે એક ખુલાસો જાહેર કર્યો છે.
- Advertisement -
આરોપી છોકરીએ મોબાઈલથી નાહતી છોકરીઓનો વીડિયો ઉતાર્યો
આરોપી છોકરીએ તેના મોબાઈલથી નાહતી છોકરીઓનો વીડિયો ઉતાર્યો હતો અને શિમલાના તેના બોયફ્રેન્ડને મોકલી આપ્યો હતો જે વાયરલ થયો હતો. પોલીસ દ્વારા આરોપી છોકરીની ધરપકડ બાદ તેનો મોબાઈલ ચેક કરાયો હતો. પોલીસે કહ્યું કે છોકરીના મોબાઈલમાંથી ફક્ત તેના 4 વીડિયો મળ્યાં છે જે તેના પ્રાઈવેટ છે.
છોકરીના ફોનમાંથી ફક્ત ચાર વીડિયો મળ્યાં, બાકીના ડિલિટ થયા હોવાની શક્યતા
મોહાલીના પોલીસ અધિકારી નવરીત સિંહ વિર્કે કહ્યું કે છોકરીના ફોનમાંથી ફક્ત ચાર વીડિયો મળ્યાં છે જે તમામ તે છોકરીના છે. આ વીડિયોને છોકરીએ તેના બોયફ્રેન્ડને મોકલ્યાં હતા. તેમણે કહ્યું કે દેખાવ કરી રહેલા વિદ્યાર્થીઓ તરફથી મળેલા વીડિયો હજુ મળ્યાં નથી જોકે છોકરીઓનો વાંધાજનક વીડિયો ડિલિટ થયા હોવાની પણ શંકા છે.
હોસ્ટેલની બે વોર્ડન સસ્પેન્ડ
યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા હોસ્ટેલની બે વોર્ડનને સસ્પેન્ડ કરી દેવાઈ છે જેમાંની એક વીડિયો વાયરલ થયા બાદ આરોપી છોકરીને ઠપકો આપતી નજરે ચડી હતી.
- Advertisement -
24 સપ્ટેમ્બર સુધી ચંદિગઢ યુનિવર્સિટી બંધ
સત્તાવાળાઓ દ્વારા 24 સપ્ટેમ્બર સુધી ચંદિગઢ યુનિવર્સિટી બંધ કરી દેવાઈ છે. યુનિવર્સિટી બંધ થતા વિદ્યાર્થીઓ પોતપોતાના ઘેર રવાના થયા હતા.
શું હતો મામલો
ચંદીગઢ યુનિવર્સિટીની હોસ્ટેલમાં સ્નાન કરી રહેલી 60 છોકરીઓનો એક વીડિયો વાયરલ થયો હતો. આરોપ છે કે એક છોકરીએ નાહી રહેલી 60 છોકરીઓનો વીડિયો ઉતાર્યાં હતા અને તેણે આ અશ્લીલ વીડિયોને હિમાચલના શિમલામાં રહેતા પોતાના મિત્ર સાથે શેર કર્યો હતો. આ મિત્રે અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધી હતી જે વાયરલ થતાં મોટો હોબાળો મચ્યો હતો અને અડધી રાતે છોકરીઓએ યુનિવર્સિટી પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. કેટલીક છોકરીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ પણ કહેવાય છે જોકે પોલીસે આપઘાતની થીયરીને હવામાં ઉડાવી મૂકતા કહ્યું કે આવી કોઈ ઘટના બની નથી.