3000 મીટર લંબાઈના રન-વેનું 1700 મીટરનું કામ પૂર્ણ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ-અમદાવાદ હાઈવે પર રાજકોટથી 25 કિલોમીટર દૂર હીરાસર ખાતે આકાર લઈ રહેલા ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં રન-વે સહિતનું કામ હાલ આગળ વધી રહ્યું છે. જ્યારે ટર્મિનલ બિલ્ડિંગ માટેનો કોન્ટ્રાક્ટ અમદાવાદ સ્થિત એક કંપનીને રૂપિયા 280 કરોડમાં ફાળવવામાં આવ્યો છે. આથી ટૂંક સમયમાં ટર્મિનલ બિલ્ડીંગનું બાંધકામ પણ સમયાંતરે આગળ વધશે. ટર્મિનલ બિલ્ડીંગનો અંદાજિત ખર્ચ રૂ. 320 કરોડ છે, જેની સામે અમદાવાદની કંપનીને કોન્ટ્રાક્ટ રૂ.280 કરોડમાં અપાય જતાં કંપનીના સ્ટાફે સ્થળ પર પહોંચીને જમીનનો કબ્જો સંભાળી લીધો છે તથા સાઈટ ઓફિસ બનતાં પહેલાં ટેન્ટ લગાવવા તજવીજ ચાલી રહી છે.